જાસૂસના પાત્ર માટે તેનું માઇન્ડ સમજવું જરૂરી હતું : વિનીત કુમાર સિંહ

23 January, 2020 04:07 PM IST  |  મુંબઈ | મોહર બાસુ

જાસૂસના પાત્ર માટે તેનું માઇન્ડ સમજવું જરૂરી હતું : વિનીત કુમાર સિંહ

વિનીત કુમાર સિંહ

‘બાર્ડ ઑફ બ્લડ’માં જાસૂસનું કૅરૅક્ટર ભજવનાર વિનીત કુમાર સિંહનું કહેવું છે કે પોતાના આ પાત્ર માટે તેની સ્ટેટ ઑફ માઇન્ડ સમજવી જરૂરી હતી. ‘મુક્કાબાઝ’માં બૉક્સરની ભૂમિકામાં જોવા મળનાર વિનીત વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની આ વેબ-સિરીઝમાં વીર સિંહના પાત્રમાં જોવા મળશે જેને બલૂચિસ્તાનમાં એક રેસ્ક્યુ મિશન માટે મોકલવામાં આવે છે.

પોતાના પાત્ર વિશે વિનીતે કહ્યું હતું કે ‘મારું પાત્ર વીર ચાલાક અને લોકોની સમજ બહાર છે. આ કૅરૅક્ટર માટે મારે જાસૂસની સ્ટેટ ઑફ માઇન્ડ સમજવી જરૂરી હતું. એના માટે મને વાંચવાનું મટીરિયલ આપવામાં આવ્યુ હતું. વીરની ભાષા શીખવી પણ ખૂબ જ જરૂરી હતું. તે સ્થાનિક ભાષા બોલે છે અને બલૂચિસ્તાનમાં તે ચોરીછૂપીથી કામ કરે છે. એથી મારે આ શો માટે પશ્તોનાં ખાસ ઉચ્ચારણ શીખવાનાં હતાં.’

આ પણ વાંચો : TMKOCની રીટા રિપોર્ટર પ્રિયા આહુજાએ બેબી બમ્પ સાથે શૅર કર્યા ફોટોઝ

આ વેબ-સિરીઝને શાહરુખ ખાને પ્રોડ્યુસ કરી છે. એમાં ઇમરાન હાશ્મી પણ જોવા મળશે. ૨૦૧૯ની ૨૭ સપ્ટેમ્બરે આ વેબ-સિરીઝ રિલીઝ થવાની છે. ડિજિટલ પ્લૅટફૉર્મ અને ફિલ્મો આ બન્નેમાં અંતર નથી હોતું એવું જણાવતાં વિનીતે કહ્યું હતું કે ‘એક કલાકાર તરીકે મને એક ચાન્સ મળ્યો છે કે હું મારું કામ અંદાજે ૧૯૦ દેશમાં દેખાડી શકું છું. મારા ઍક્ટિંગ પ્રતિના પ્રેમને કારણે જ હું અહીં છું. બનારસથી મુંબઈની જર્ની મેં મારી ઍક્ટિંગની દીવાનગીને કારણે ખેડી છે. લોકો કહે છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ અને ફિલ્મો વચ્ચે કેટલો તફાવત હોય છે. જોકે ખરું કહું તો આ બન્નેમાં કોઈ અંતર નથી. એ બન્નેમાં એકસમાન દૃઢતાથી અને એ જ જોશ સાથે
કામ કરવામાં આવે છે. ડિજિટલ પ્લૅટફૉર્મમાં કામ કરવાનો એક ફાયદો એ છે કે એ કલાકારને પોતાના કૅરૅક્ટરમાં ઊંડાણમાં જવાની તક આપે છે જેને આ માધ્યમ દ્વારા વિશાળ મંચ મળે છે.’

mohar basu web series