ગાળ વિનાની વેબ-સિરીઝ માટે મનોજ વાજપેયી રાજી

22 January, 2020 07:11 PM IST  | 

ગાળ વિનાની વેબ-સિરીઝ માટે મનોજ વાજપેયી રાજી

‘સેક્રેડ ગેમ્સ’ સહિત ૧૦થી વધુ વેબ-સિરીઝ નકારી ચૂકેલા ઍક્ટર મનોજ વાજપેયી વેબ-સિરીઝ માટે તૈયાર છે, પણ તેની શરત છે કે વેબ-સિરીઝમાં નાહકના સેક્સ-સીન ન હોવા જોઈએ અને એમાં અર્થહીન ઉપયોગમાં લેવાતી ગાળો પણ ન હોય. મનોજ વાજપેયી આ જ કારણસર વેબ-સિરીઝ નકારી રહ્યો છે અને જ્યાં સુધી તેની આ જરૂરિયાત પૂરી ન થાય ત્યાં સુધી તે કોઈ પણ હિસાબેવેબ-સિરીઝ કરવા રાજી નથી.

મનોજ વાજપેયી કહે છે કે ‘યુથને અટ્રૅક્ટ કરવાનો આ રસ્તો બરાબર નથી. આપણે ભૂલવું ન જોઈએ કે મોબાઇલ હવે બાળકોના અને ટીનેજર્સના હાથમાં પણ હોય છે. વેબ-સિરીઝમાં તો એવી રીતે ગાળો આવે છે જાણે એ વાતો દરમ્યાનના રૂટીન શબ્દો હોય. ગાળ ગુસ્સાનું પ્રતીક હોઈ શકે, રૂટીનમાં વપરાતા શબ્દો નહીં.’

મનોજ વાજપેયીએ આ જ કારણસર રામગોપાલ વર્માની યુટ્યુબ ઓરિજિનલ માટે બનનારી અન્ડરવર્લ્ડ આધારિત વેબ-સિરીઝની પણ ના પાડી દીધી છે. મનોજ વાજપેયી કહે છે કે ‘રામુની ‘સત્યા’માં હિંસા હતી, પણ એમાં જુઓ બૅડવર્ડ્સ ક્યાંય નહોતા, તમે ફૅમિલી સાથે એ ફિલ્મ જોઈ ન શકો એવું કોઈ કહી ન શકે.’

આ પણ વાંચો: પર્યાવરણનાં રક્ષણ માટે મારી કમાણીની મોટાભાગની રકમ ડોનેટ કરીશ : કંગના


છેલ્લા પંદરેક દિવસથી તો મનોજ વાજપેયીએ નિયમ પણ બનાવી લીધો છે. વેબ-સિરીઝની ઑફર આવે અને સ્ક્રિપ્ટ સાંભળવાની ડિમાન્ડ મૂકવામાં આવે ત્યારે જ એ પૂછી લે છે કે એમાં સેક્સ-સીન્સ અને ગાળો છે. જો જવાબ હકારમાં આવે તો એ સાંભળવાની પણ તસ્દી લેતો નથી.

manoj bajpayee entertaintment gujarati mid-day