83 પછી કબીર ખાન તરત જ કામ શરૂ કરશે વેબ-સિરીઝ ધી ફર્ગોટન આર્મી પર

23 January, 2020 04:17 PM IST  |  મુંબઈ

83 પછી કબીર ખાન તરત જ કામ શરૂ કરશે વેબ-સિરીઝ ધી ફર્ગોટન આર્મી પર

કબીર ખાન

‘બજરંગી ભાઈજાન’, ‘કાબુલ એક્સપ્રેસ’ અને ‘ન્યુ યૉર્ક’ જેવી બિગ સ્ટારર ફિલ્મ આપી ચૂકેલા ડિરેક્ટર કબીર ખાન અત્યારે રણવીર સિંહ સ્ટારર ‘83’ પર કામ કરે છે. આ ફિલ્મ કપિલ દેવની ઑફિશ્યલ બાયોપિક છે. કબીર ખાન ‘83’માંથી જેવો પરવારશે કે તરત જ તે ‘ધી ફર્ગોટન આર્મી’ વેબ-સિરીઝ પર કામે લાગશે. ઍમેઝૉન પ્રાઇમ સાથે બનનારી આ વેબ-સિરીઝ ભારતની આઝાદીની ચળવળમાં ભાગ લેનારી સુભાષચંદ્ર બોઝની પહેલી આર્મીના ગુમનામ પણ દેશ માટે બહુ મોટું કામ કરી ગયેલા સ્વાતંત્ર્યસેનાની પર આધારિત છે. ૧૦ એપિસોડની આ વેબ-સિરીઝનો પહેલો એપિસોડ સુભાષચંદ્ર બોઝ પર છે, જ્યારે બાકીના ૯ એપિસોડમાં બોઝની આર્મીના ૯ મહત્વના લડવૈયાઓ છે.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચન માટે ફૅબ્રિક ખાસ મગાવાય છે ઇટલીથી

ઍમેઝૉન પ્રાઇમ આ સિરીઝ ૨૬ જાન્યુઆરીએ ‌રિલીઝ કરવા માગે છે જે માટે પ્લૅટફૉર્મની તૈયારી છે કે પાંચ એપિસોડ સાથે આ સીઝન શરૂ કરી દેવી. હવે જોવાનું એ છે કે ક‌બીર ખાન કેટલું ઝડપથી કામ આટોપી શકે છે. હિસ્ટરી અને વૉર ક‌બીર ખાનના ફેવરિટ સબ્જેક્ટ હોવાથી તે આ સિરીઝ માટે એક્સાઇટેડ છે. કબીર ખાને કહ્યું હતું કે આ સબ્જેક્ટ જ એવો છે કે મને વેકેશનની પણ જરૂર નથી.

kabir khan television news