Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચન માટે ફૅબ્રિક ખાસ મગાવાય છે ઇટલીથી

અમિતાભ બચ્ચન માટે ફૅબ્રિક ખાસ મગાવાય છે ઇટલીથી

19 August, 2019 11:41 AM IST | મુંબઈ

અમિતાભ બચ્ચન માટે ફૅબ્રિક ખાસ મગાવાય છે ઇટલીથી

અમિતાભ બચ્ચન સાથે તેમની સ્ટાઇલિસ્ટ અને ડિઝાઇનર પ્રિયા પાટીલ

અમિતાભ બચ્ચન સાથે તેમની સ્ટાઇલિસ્ટ અને ડિઝાઇનર પ્રિયા પાટીલ


‘કૌન બનેગા કરોડપતિ’ સોની ટીવી પર આજથી શરૂ થઈ રહ્યો છે. આ શો માટે અમિતાભ બચ્ચનનાં કપડાં ખાસ કરીને ફૉરેનથી મગાવવામાં આવે છે. તેમને પ્રિયા પાટીલ છેલ્લાં સાત વર્ષથી સ્ટાઇલ કરી રહી છે અને છેલ્લાં બે વર્ષથી કપડાં પણ ડિઝાઇન કરી રહી છે. પ્રિયાનો જન્મ ગુજરાતના વડોદરાના સયાજીગંજમાં થયો હતો. તે પહેલા ધોરણમાં હતી ત્યારથી મુંબઈ આવી હતી. તે હાલમાં અમિતાભ બચ્ચન માટે કામ કરી રહી છે. અમિતાભ બચ્ચનની સ્ટાઇલ માટે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે એ વિશે પૂછતાં પ્રિયાએ કહ્યું હતું કે ‘તેમના માટે ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને કમ્ફર્ટનું. અમે બે શોનું શૂટિંગ એકસાથે કરીએ છીએ એથી તેઓ ખુરશી પર આરામથી બેસી શકે એ અમારા માટે સૌથી મહત્વનું છે. અમારા માટે તેમનો ઓવરઑલ લુક પણ ખૂબ જ મહત્વનો છે.’

સ્ટાઇલ વિશે વધુ જણાવતાં પ્રિયાએ કહ્યું હતું કે ‘અમે ગયા વર્ષે થ્રી-પીસ અને બંધગલાના એક્સપરિમેન્ટ્સ કર્યા હતા. એ ખૂબ જ ફેમસ રહેતાં અમે આ વર્ષે પણ એ રિપીટ કરી રહ્યાં છીએ. અમે આ વખતે ડીપ કલર્સ એટલે કે બ્લૅક, નેવી અને વાઇટનો વધુ ઉપયોગ કરીશું. જોકે જરૂર લાગશે તો અમે કલર્સ સાથે એક્સપરિમેન્ટ્સ કરીશું. તેમની ટાઇ બાંધવાની જે રીત છે એના પર અમે આ વર્ષે વધુ કામ કર્યું છે.’



ફૅબ્રિક્સ વિશે જણાવતાં પ્રિયાએ કહ્યું હતું કે ‘અમે તેમના માટે એકદમ સૉફ્ટ ફૅબ્રિક્સનો ઉપયોગ કરીએ છીએ. તેમના માટે અમે ઇટલીથી ફૅબ્રિક્સ મંગાવીએ છીએ. તેમનાં બટન પણ અમે દુનિયાના જુદા-જુદા દેશમાંથી મંગાવીએ છીએ.’


આ પણ વાંચો : અલાદીન...માં ઝફરના ષડ્યંત્રનો પર્દાફાશ કરશે અલી

અમિતાભ બચ્ચન કોઈ ઇનપુટ આપે છે ખરા એ વિશે પૂછતાં પ્રિયાએ કહ્યું હતું કે ‘સીઝનની શરૂઆત પહેલાં અમે એક જનરલ લુક ચેક કરીએ છીએ. શું ટ્રેન્ડમાં છે અને શું વેરિએશન લાવી શકાય એ વિશે તેઓ ઇનપુટ આપે છે. ગયા વર્ષે અમે તેમની ટાઇ સાથે જે એક્સપરિમેન્ટ કર્યો હતો એ તેમનો આઇડિયા હતો. એ બ્રૉચ મળી ન રહ્યાં હોવાથી અમે એ જાતે બનાવ્યાં હતાં અને પ્રોમો લૉન્ચ થતાં એ દરેક શૉપમાં ઉપલબ્ધ હતાં. આથી તેમણે એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવ્યું હતું. આ વર્ષે તેઓ ક્લાસિક લુકની સાથે કલરફુલ મોજાં સાથે જોવા મળશે. આ મોજાંનો આઇડિયા પણ તેમનો પોતાનો છે. આથી ટાસ અને મોજાં બન્ને આકર્ષણનું કેન્દ્ર બનશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 11:41 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK