નૅકેડમાં જોવા મળશે મીત અરોરા

22 January, 2020 06:33 PM IST  |  રાજકોટ

નૅકેડમાં જોવા મળશે મીત અરોરા

મીત અરોરા

વિક્રમ ભટ્ટની વેબ-સ‌િરીઝ ‘નૅકેડ’ માટે તેણે ફાઇનલી હીરો મળી ગયો છે. એમએક્સ પ્લેયર માટે બનનારી આ વેબ-સિરીઝમાં મીત અરોરા જોવા મળશે. મીત આ અગાઉ ‘હેટ સ્ટોરી 2’માં જોવા મળ્યો હતો. જોકે એ ફિલ્મમાં મીત સેકન્ડ લીડ હતો, જ્યારે હવે તે ‘નૅકેડ’માં હીરો તરીકે જોવા મળશે.

આ પણ વાંચો : નવાઝુદ્દીન સિદ્દીકીની સિરિયસ મૅનમાં સાથે નૅશનલ અવૉર્ડ વિનર શ્વેતા બાસુ પ્રસાદ

‘નૅકેડ’ નામ પ્રમાણે એક બોલ્ડ વેબ-સિરીઝ છે. એક છોકરી જો બધું ભૂલીને આગળ વધવાનું વિચારે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એ વાત ‘નૅકેડ’માં દેખાડવામાં આવી છે. ફિલ્મની લીડ ઍક્ટ્રેસ તારા અલિસા બેરી છે. તારા આ અગાઉ વિક્રમ ભટ્ટની જ ફિલ્મ ‘લવ ગેમ્સ’માં હતી.

web series vikram bhatt