Digital Awards: અર્જુન કપૂરની બહેન અંશુલાને મળ્યો આ એવૉર્ડ

22 January, 2020 03:13 PM IST  |  Mumbai Desk

Digital Awards: અર્જુન કપૂરની બહેન અંશુલાને મળ્યો આ એવૉર્ડ

'ધ વાયરલ ફીવર'ની જાણીતી વેબ સીરીઝ 'ટ્રિપલિંગ' દ્વારા પોતાની ઓળખ બનાવનારા અમોલ પારાશરને 'બેસ્ટ એક્ટર ઇન કૉમિક રોલ'નો એવૉર્ડ મળ્યો છે. તેને ડિજિટલ શૉ માટે મળતાં 'આઇડબ્લૂએમ ડિજિટલ અવૉર્ડ'થી નવાજવામાં આવ્યા છે. અમોલને આ અવૉર્ડ આ વર્ષે આવેલી વેબ સીરીઝ 'ટ્રિપલિંગ સીઝન 2' માટે મળ્યો છે. પહેલી સીઝનમાં મળેલી સફળતા પછી આ વર્ષે બીજી સીઝન પણ સ્ટ્રીમ કરવામાં આવી હતી.

અમોલને આ સિવાય 'પૉવર પર્ફોમન્સ ઑફ ધ યર'ના ખિતાબથી નવાજવામાં આવ્યા છે. આ અવૉર્ડને લઈને અમોલે ટ્વીટ કરતાં લખ્યું, 'બેસ્ટ એક્ટર ઇન કૉમિક રોલ + પૉવર પર્ફોર્મન્સ ઑફ ધ યર 2019 = ગઈ કાલે રાતે મારા બન્ને હાથ અને મન ભરાઈ ગયું. થેન્ક્યૂ..... મને પ્રેમ આપનારોઓનો પણ આભાર' આ ટ્વીટને ટીવીએફે પોતાના ઑફિશિયલ અકાઉન્ટ પરથી રીટ્વીટ કર્યું.

જણાવીએ કે 'ટ્રિપલિંગ'ની પહેલી સીઝનમાં અમોલ, સુમિત વ્યાસ અને માનવી ગગરૂએ બધાંને ઘણું હસાવ્યું હતું, આ વર્ષે આવેલી બીજી સીઝન પહેલા જેટલી ખાસ ન હતી, પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી. આ વેબસીરીઝમાં અમોલે 'ચિત્તવન' નામના એક મસ્ત મૌલા યુવકનું પાત્ર ભજવ્યું છે. આ પાત્ર માટે વેબ સીરીઝને યાદ કરવામાં આવે છે.

આ સિવાય ટીવીએફની એક વેબ સીરીઝ આ વર્ષે ઘણી ચર્ચામાં રહી છે. રંગીન અને એચડીના જમાનામાં બ્લેક-વાઈટ વેબ સીરીઝ 'કોટા ફેક્ટ્રી'એ કોચિંગવાળા પ્રેમ દ્વારા ધમાલ મચાવ્યું. 'કોટા ફેક્ટ્રી'ના લીડ એક્ટર મયૂર મોરેને બેસ્ટ પૉપ્યૂલલર એક્ટર ઇન વેબ સીરીઝનો એવૉર્ડ મળ્યો.

'કોટા ફેક્ટ્રી'ની પહેલી સીઝન હીટ થયા પછી હવે તેની બીજી સીઝનની ચર્ચા કરવામાં આવી રહી છે. કોટા ફેક્ટ્રીના ભાગે વધું એક અવૉર્ડ આવ્યો. આ વેબ સીરીધના ડાયરેક્ટર રાઘવ સુબ્બૂને 'બેસ્ટ ડાયરેક્ટર ઇન વેબ સીરીઝ'નો અવૉર્ડ મળ્યો.

આ પણ વાંચો : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

આ બધાં સિવાય અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરને પણ અવૉર્ડ મળ્યો છે. અર્જુન કપૂરે ટ્વીટ કરીને તેને વધામણી પણ આપી છે. અંશુલાએ પણ પોતાના પહેલા અવૉર્ડની ખુશી વ્યક્ત કરી છે. તેને 'વૂમન ફૉર ટેક' અવૉર્ડ મળ્યો.

bollywood arjun kapoor anshula kapoor web series