ઉત્તર અને દક્ષિણ જેવા સ્વભાવની લવ સ્ટોરી છે તેરી મેરી એક ‌જિંદરી

07 January, 2021 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્તર અને દક્ષિણ જેવા સ્વભાવની લવ સ્ટોરી છે તેરી મેરી એક ‌જિંદરી

ઝી ટીવી પર આવનારા નવા શો ‘તેરી મેરી એક જિંદરી’માં એકબીજાથી તદ્દન વિપરીત સ્વભાવ ધરાવતી બે વ્યક્તિની પ્રેમકથા દર્શાવવામાં આવશે. પંજાબી પરિવાર સાથે જોડાયેલી અને ફૅમિલીને હેલ્પ મળી રહે એ માટે મહિલા માટે જ શરૂ કરવામાં આવેલી કૅબની માલિક એવી માહીની લાઇફમાં દેશનો બહુ જાણીતો ટીવી સ્ટાર જોગી આવે છે. જોગી સુખ શોધવા નીકળ્યો છે જ્યારે માહી ખુશીઓ શોધવા નીકળી છે. બન્નેના સ્વભાવ એકબીજાથી વિપરીત છે તો બન્નેની જરૂરિયાત પણ એકબીજાથી વિપરીત છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે પૈસાપાત્ર છોકરીના જીવનમાં સ્ટ્રગલ કરતો યુવક આવે પણ અહીં અવળું બને છે. જોગીના જીવનમાં માહી આવે છે અને એ બન્નેના સંબંધો શરૂ થાય છે. શો પંજાબ બેઝ્ડ છે અને અમ્રિતસરમાં આકાર લે છે.
‘તેરી મેરી એક જિંદરી’ માટે અમૃતસરમાં જ શૂટ કરવામાં આવ્યું છે અને અમ્રિતસરની રિયલ શેરી ગલીઓ પણ દેખાડવામાં આવી છે. એકબીજાથી વિરુદ્ધ હોય એવો સ્વભાવ જ નહીં, જીવનના ઉદ્દેશ્ય પણ એકબીજાથી અલગ અને આદર્શ પણ એકબીજાથી ભિન્ન હોય તો જીવનમાં કેવી મોટી વ‌િટંબણાઓ આવે એની વાત શોમાં કરવામાં આવી છે.

entertainment news indian television television news