લૉકડાઉનમાં યુવા દિગ્દર્શકે બનાવેલી શોર્ટ ફિલ્મને મળ્યો એવૉર્ડ

29 September, 2021 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉનમાં યુવા દિગ્દર્શકે બનાવેલી શોર્ટ ફિલ્મને મળ્યો એવૉર્ડ

અખિલ કુમાર

કોરોના વાયરસ (COVID-19) મહામારીને લીધે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે આખી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી ઘરેથી જ કામ કરીને લોકોને એન્ટરટેઈન કરી રહી હતી. આ દરમિયાન ઓનલાઈન અનેક સ્પર્ધાઓનું આયોજન થયું હતું. લૉકડાઉનમાં બૉલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી દ્વારા સંચાલિત `એફટીસી ટૅલેન્ટ` દ્વારા શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા દિગ્દર્શક અખિલ કુમારે પણ ભાગ લીધો હતો. અખિલ કુમારે આ સ્પર્ધામાં પાંચ ફિલ્મ રજુ કરી હતી. જેમાંથી ત્રણ શોર્ટ લિસ્ટ થઈ હતી અને એક શોર્ટ ફિલ્મ `આઝાદી`ને નૉટેબલ મેન્શન કૅટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.

દિગ્દર્શક અખિલ કુમાર અભિનેતા, સંચાલક અને ટીવી પર્સનાલીટી છે. તેણે એમટીવીનો ટ્રાવેલ ફુડ શૉ `હી ટિકિટ` જીત્યો હતો. ત્યારથી સફળતાની સિડીઓ ચડવાનું શરૂ કર્યું હતું અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પ્રોગ્રામ હૉસ્ટ કર્યા છે. લૉકડાઉનમાં અખિલે કુલ પાંચ શોર્ટ ફિલ્મ બનાવી છે. જેનું લેખન, એડિટીંગ, શૂટિંગ બધું જ ઘરેથી કરવામાં આવ્યું હતું. આ પાંચ ફિલ્મોમાંથી શોર્ટ ફિલ્મ `આઝાદી`ને સ્પર્ધામાં નૉટેબલ મેન્શન કૅટેગરીમાં એવૉર્ડ મળ્યો છે.