૪ વર્ષ અને ૨૦ કૅમેરામેનનું રિઝલ્ટ એટલે વાઇલ્ડ કર્ણાટક

27 May, 2020 08:30 PM IST  |  Mumbai | Rashmin Shah

૪ વર્ષ અને ૨૦ કૅમેરામેનનું રિઝલ્ટ એટલે વાઇલ્ડ કર્ણાટક

વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડેના દિવસે એટલે કે પાંચમી જૂને ડિસ્ક્વરી પર ‘વાઇલ્ડ કર્ણાટક’ ડૉક્યુમેન્ટરી શરૂ થઈ રહી છે. ડિજિટલ પ્લૅટફૉર્મ પર સવારે ૬ વાગ્યે અને ચૅનલ પર રાતે ૮ વાગ્યે રિલીઝ થનારી આ સિરીઝ ઇંગ્લિશ અને હિન્દી ઉપરાંત કન્નડ, તેલુગુ અને તામિલમાં પણ ડબ કરવામાં આવી છે. ૪ વર્ષની સતત મહેનત અને ૨૦ કૅમેરામેનની જહેમતથી તૈયાર થયેલી આ ડૉક્યુમેન્ટરીમાં કર્ણાટકમાં વાઇલ્ડ લાઇફને કેવી રીતે જાળવી રાખવામાં આવી છે એ દર્શાવવામાં આવશે, તો સાથોસાથ કર્ણાટકમાં વાઇલ્ડ લાઇફની જાતિ અને પ્રજાતિ કઈ રીતે જગતથી જુદી પડી રહી છે એ વિશે પણ દર્શાવવામાં આવવાનું છે.

‘વાઇલ્ડ કર્ણાટક’ માટે હિન્દીમાં રાજકુમાર રાવે વૉઇસઓવર આપ્યો છે તો તેલુગુ અને તામિલમાં પ્રકાશ રાજ અને કન્નડમાં રુષભ શેટ્ટીનું નરેશન છે, તો ઇંગ્લિશમાં સર ડેવિડ ઍટનબરોની કૉમેન્ટરી છે.

‘વાઇલ્ડ કર્ણાટક’ માટે ડિસ્કવરીની ૧૨૦૦ વ્યક્તિની ટીમ કામ કરતી હતી. ૧૨૦૦ વ્યક્તિઓની મહેનત પછી અંદાજે ૧૪ કલાકનું કન્ટેન્ટ થયું હતું જેમાંથી આ ડૉક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે.

entertainment news indian television television news Rashmin Shah