અદા શર્માની સોલસાથીનો આઇડિયા ક્યાંથી આવ્યો?

22 September, 2020 01:20 PM IST  |  Ahmedabad | Nirali Dave

અદા શર્માની સોલસાથીનો આઇડિયા ક્યાંથી આવ્યો?

અદા શર્મા

‘૧૯૨૦’ ફેમ અદા શર્માની શૉર્ટ ફિલ્મ ‘સોલસાથી’ ઇરોઝ નાઉ પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અદા ડબલ રોલમાં છે. એક અદા પોતે અને બીજો તેનો સોલ એટલે કે આત્મા. અદા એવી યુવતીનું પાત્ર ભજવે છે જે યોગ્ય મુરતિયાની તલાશમાં હોય છે, પણ તેને મળતા યુવકો તેના મન કરતાં વધારે તેનો બાહ્ય દેખાવ જુએ છે. આ ફિલ્મમાં વંદના પાઠક (ખિચડી) અને સેહબાન અઝીમ (તુઝસે હૈ રાબ્તા) પણ મહત્ત્વના રોલમાં છે.
કિયારા અડવાણીની ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’થી ડિરેક્ટર તરીકે બૉલીવુડમાં ડેબ્યુ કરી રહેલા અબીર સેનગુપ્તાએ ‘સોલસાથી’ ડિરેક્ટ કરી છે. ‘સોલસાથી’ના કન્સેપ્ટ વિશે અબીર સેનગુપ્તાએ કહ્યું કે ‘મારી બિઝનેસ-પાર્ટનર લગ્ન માટે મૅટ્રિમોનિયલ વેબસાઇટ જોતી અને લગ્ન માટેના મેળાવડામાં જતી અને તેને કેવા-કેવા મૂર્ખ છોકરાઓ મળે છે એ વિશે તે મને કહેતી. તે કહેતી કે છોકરાઓ આંતરિક સુંદરતા કરતાં બાહ્ય દેખાવ જુએ છે. આ લાઇન મને યાદ રહી ગઈ અને મને ‘સોલસાથી’નો વિચાર આવ્યો.’ ‘સોલસાથી’નું શૂટિંગ ફક્ત ૧૦ જ દિવસમાં થયું છે અને એમાં કોઈ પણ પ્રકારની વીએફએક્સ ટેક્નૉલૉજીનો ઉપયોગ નથી થયો. અબીર સેનગુપ્તાએ અદા શર્માને લઈને એમએક્સ પ્લેયર માટે પણ એક સિરીઝ બનાવી છે જે ટૂંક સમયમાં રિલીઝ થશે.

television news entertainment news adah sharma ahmedabad