ત્યારે બિગ બી શૂટિંગ નહીં કરી શકે? આ છે કારણ

02 June, 2020 07:45 AM IST  |  Rajkot | Rashmin Shah

ત્યારે બિગ બી શૂટિંગ નહીં કરી શકે? આ છે કારણ

અમિતાભ બચ્ચન

મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે શૂટિંગ માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ૧૦ વર્ષથી નાની ઉંમરનું બાળક અને ૬પ વર્ષથી વધારે ઉંમર ધરાવનાર વ્યક્તિને શૂટિંગ-લોકેશન પર દાખલ થવા ન દેવા. આ ગાઇડલાઇનનો જો અમલ કરવામાં આવે તો સૌથી પહેલાં સોની ટીવીના ‘કૌન બનેગા કરોડપતિ’ને જ અસર થાય એમ છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝનનાં ઑડિશન ઑલરેડી લૉકડાઉન 4.0 દરમ્યાન જ શરૂ કરી દેવામાં આવ્યાં છે અને લૉકડાઉન ખૂલે એ પછી શૂટ શરૂ કરવાનું પ્લાનિંગ હતું, પણ હવે જે ગાઇડલાઇન આવી છે એ જોતાં તો શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને જ શૂટિંગ કરવાની પરમિશન નથી. એવા સમયે નૅચરલી શોનું શૂટિંગ શરૂ ન થાય એવું બની શકે. જોકે ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલના ટીવી અને વેબ વિન્ગના ચૅરમૅન જે. ડી. મજીઠિયાએ કહ્યું કે ‘આ ગાઇડલાઇન છે. સ્પેશ્યલ કેસમાં તમારે ઑથોરિટી પાસેથી એની પરમિશન લેવાની રહેશે. પરમિશન વખતે તમારે બધાં પ્રિકોશન્સ દર્શાવવાનાં અને જો એનાથી ઑથોરિટી સંમત હોય તો તમને એની પરમિશન મળે.’

જે. ડી. આગળ સમજાવતાં કહે છે, ‘મોટી ઉંમરના અને નાનાં બાળકો જેની ઇમ્યુનિટી ઓછી હોય તેમને કોવિડ-19ની બીમારીની શક્યતા વધારે રહે છે, પણ જો પ્રિકોશન્સ અને સોશ્યલ ડિસ્ટન્સના તમામ નિયમો પાળવામાં આવે તો ચિંતાનો વિષય નથી.’

amitabh bachchan kaun banega crorepati television news tv show Rashmin Shah