ટીવીની પહેલી નાગિન’ની શું ફરિયાદ છે?

12 February, 2021 12:49 PM IST  |  Ahmedabad | Mumbai correspondent

ટીવીની પહેલી નાગિન’ની શું ફરિયાદ છે?

ટીવીની પહેલી નાગિન’ની શું ફરિયાદ છે?

‘નાગિન’, ‘અદાલત’ અને ‘મહાભારત’ જેવા ટીવી-શો કરી ચૂકેલી સાયંતની ઘોષનું કહેવું છે કે મને ઉંમર પ્રમાણે રોલ નથી મળી રહ્યા
અમદાવાદ : ૨૦૦૬માં ‘કુમકુમ’થી ટીવી-ડેબ્યુ કરનારી સાયંતની ઘોષ હાલમાં ‘તેરા યાર હૂં મૈં’માં દલજિત બગ્ગાનો રોલ કરી રહી છે. સાયંતનીનું કહેવું છે કે તેણે બહુ નાની ઉંમરે અભિનય કરવાનું શરૂ કર્યું અને એ પછી કારકિર્દીની શરૂઆત બહુ સારી રહી. જોકે હાલમાં તેને ઉંમર પ્રમાણે રોલ નથી મળી રહ્યા એટલે તે મર્યાદામાં કામ કરી રહી છે.
‘કુમકુમ’, ‘નાગિન’, ‘અદાલત’, ‘મહાભારત’, ‘બૅરિસ્ટર બાબુ’ સહિતના ટીવી-શોથી પોતાની ઓળખ બનાવનારી સાયંતની કરીઅર વિશે કહે છે કે ‘હું મુંબઈ આવી એના દોઢ વર્ષમાં તો સફળ હિન્દી સિરિયલો કરવા લાગી. હું ૨૩ વર્ષની થઈ ત્યાં તો ટીવીની પહેલી ‘નાગિન’ (૨૦૦૭) પણ બની ગઈ. મને જે પ્રમાણે બ્રેક મળ્યા એ બીજા માટે સરળ નહીં હોય, પણ મારો સંઘર્ષ જુદો છે. ઇન્ડસ્ટ્રીમાં ૫-૬ વર્ષ કામ કર્યું ત્યાં મને ૨૭ની ઉંમરે ૩૦ વર્ષની યુવતીના રોલ ઑફર થવા લાગ્યા અને હવે ૧૦ વર્ષ પછી પણ ઉંમર પ્રમાણે રોલ નથી મળી રહ્યા. કોઈ શોમાં યુવાન લીડ ઍક્ટર્સ હોય તો મને ૪૦ વર્ષની યુવતીનો રોલ ઑફર થાય છે! જોકે કોરોના પછીના પડકાર બદલાઈ ગયા છે.’

indian television television news naagi