TMKOC: ટપુના આ વીડિયોમાં શું છે ખાસ, બબીતાજીએ કમેન્ટમાં આવું લખી દીધું

27 October, 2020 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

TMKOC: ટપુના આ વીડિયોમાં શું છે ખાસ, બબીતાજીએ કમેન્ટમાં આવું લખી દીધું

રાજ અનડકટ

આખા વિશ્વમાં કોરોના વાઈરસે આતંક ફેલાવી દીધો છે, ત્યારે 8 મહિનાથી ચાલી રહેલા લૉકડાઉન બાદ થોડા સમયથી સરકારે એમાં થોડી છૂટછાટ આપી છે અને ધીમે ધીમે બધું અનલૉક થતું જોવા મળી રહ્યું છે, ત્યારે ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દેશના અન્ય રાજ્યોની જેમ ગોકુલધામ સોસાયટી પણ લૉકડાઉન્ટના આદેશોનું પાલન કરી રહી છે. આ શૉની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે. મેકર્સ બધા કલાકારોની સુરક્ષા અને સ્વાસ્થયનું પુરે-પુરૂ ધ્યાન રાખી રહ્યા છે.

લૉકડાઉનમાં તારક મહેતા... શૉના દરેક કલાકારો સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. તેમ જ સીરિયલમાં જેઠાલાલના દીકરાનો રોલ ભજવનાર ટપુ ઉર્ફે રાજ અનડકટ પણ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. વીડિયો અને ફોટોઝ ફૅન્સ વચ્ચે શૅર કરીને લોકોનું દિલ જીતી લે છે. રાજ પહેલા ભવ્ય ગાંધી ટપુનો રોલ ભજવી રહ્યો હતો. રાજ શૉમાં વર્ષ 2017થી જોડાયેલો છે અને એના લીધે સોશિયલ મીડિયા પર એની ફૅન ફૉલોઈંગ ઘણી વધી ગઈ છે. આ બધાની વચ્ચે રાજનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેના પર બબીતાજીનો રોલ ભજવનાર એક્ટ્રેસ મુનમુન દત્તાની કમેન્ટ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

હાલમાં જ રાજે એક વીડિયો શૅર કર્યો હતો જેમાં તે એક શાયરી બોલતો નજર આવી રહ્યો છે. તે કહે છે કે, 'હમેં તો ગાડીયોં ને રોકા, લોગોં મેં કહાં દમ થા, યહાં સે રસ્તા ખાલી નજર આ રહા થા, આગે ગયા તો જામ થા..' બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા રાજની ટાંગ ખેંચવામાં અને એના વખાણ કરવાની તક ક્યારે પણ નથી છોડતી. બબીતાજીએ આ વીડિયોમાં કમેન્ટ કરતા લખ્યું છે કે, 'શાયરી, બેકગ્રાઉન્ડ સ્કોર અને તારૂં પાગલપન..' આ કમેન્ટ સાથે એમણે આગ અને સ્માઈલીવાળી ઈમોજી શૅર કરી છે.

રાજનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકોને પણ બન્ને વચ્ચેની વાતચીત ખૂબ જ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા આવા અહેવાલો સામે આવ્યા હતા જેમાં એવા સમાચાર મળ્યા હતા કે રાજ અને મુનમુન દત્તા એક બીજાને ડેટ કરી રહ્યા છે. ગયા વર્ષે રાજની તસવીરો વાયરલ થઈ હતી જેમાં તે બબીતાજી એટલે કે શૉના મુનમુન દત્તા સાથે રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો. તે બન્ને ચોકલેટ બ્રાઉની ખાતા જોવા મળ્યા હતા. ડેટિંગની અફવાઓ પણ ચર્ચામાં રહી હતી, પરંતુ બન્ને સારી બૉન્ડિંગ શૅર કરે છે. રાજ સિંગલ છે.

રાજ અનડકટે સિદ્ધાર્થ કુમાર તિવારી દ્વારા નિર્દેશિત મહાભારતમાં કામ કર્યું હતું. જ્યારે તે 15 વર્ષનો હતો. આ સીરીઝમાં રાજ કૌરવોના 100 ભાઈઓમાંથી ત્રીજા નંબરના ભાઈનો રોલ ભજવ્યો હતો.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. કોરોના વાઈરસથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે. આગામી એપિસોડમાં તમને ગોકુલધામ સોસાયટીમાં નવરાત્રિ ઉત્સવની ધૂમ જોવા મળશે.

taarak mehta ka ooltah chashmah indian television television news tv show entertainment news