What is Jethalal`s secret of fu**ing Pakistan? તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના YouTube ટાઇટલની જોરદાર ચર્ચા

16 May, 2025 07:01 AM IST  |  Mumbai | Viren Chhaya

આ ટાઇટલે લોકોનું તરત જ ધ્યાન ખેંકયું હતું કારણ કે આ એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડા દિવસ પહેલા જ યુદ્ધ વિરામ થયો છે પણ તણાવ ઓછો થયો નથી. જેથી લોકો એવા અનુમાન લગાવી રહ્યા છે શોએ પાકિસ્તાનની મજાક ઉડાવવા આવું ટાઇટલ આપ્યું.

પહેલાનું ટાઇટલ અને બદલેલા ટાઇટલનું સ્ક્રીન શૉટ

દેશના સૌથી લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 16 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શો તેની કૉમેડી માટે પ્રખ્યાત હતો, પણ છેલ્લા અનેક સમયથી તે વિવાદને કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં પણ આ શો એક વિવાદને લીધે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. કારણ કે તાજેતરમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સત્તાવાર યુટ્યુબ ચૅનલ પર એક એપિસોડ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોના ટાઇટલમાં પાકિસ્તાનને લઈને એક અપશબ્દ વાપરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ શું છે આ કિસ્સો.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની યુટ્યુબ ચૅનલ પર ત્રીસ મિલિયન કરતાં વધારે સબ્સ્ક્રાઇબર્સ છે. ટીવી સાથે લખો લોકો યુટ્યુબ પર પણ શોના જૂના એપિસોડનો આનંદ માણે છે. તાજેતરમાં આ ચૅનલ પર શોના મુખ્ય કલાકાર જેઠાલાલ ભૂલથી પાકિસ્તાન પહોંચી જાય છે અને તે ત્યાંથી કેવી રીતે બચીને ભારત પાછો આવે છે તે એપિસોડ અપલોડ કરવામાં આવ્યો છે. આ એપિસોડમાં હિન્દીમાં “ક્યાં હૈ જેઠાલાલ કા પાકિસ્તાન સે છૂટને ક રાઝ” એવું ટાઇટલ આવપમાં આવ્યું હતું, જોકે અંગ્રેજી અને મુખ્ય ટાઇટલમાં “What is Jethalal`s secret of fu**ing Pakistan?” (અંગ્રેજી અપશબ્દ લખી) આવું ટાઇટલ આપ્યું હતું.

આ ટાઇટલે લોકોનું તરત જ ધ્યાન ખેંચ્યું હતું કારણ કે આ એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડા દિવસ પહેલા જ યુદ્ધ વિરામ થયો છે પણ તણાવ ઓછો થયો નથી. જેથી લોકો એવા અનુમાન લગાવી રહ્યા છે શોએ પાકિસ્તાનની મજાક ઉડાવવા આવું ટાઇટલ આપવામાં આવ્યું છે. આ અંગે શોના મેકર્સ નીલા ફિલ્મ પ્રોડક્શન્સના પીઆર સાથે વાત કરતાં તેમણે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

નીલા ફિલ્મ પ્રોડક્શન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “હાલમાં અમે YouTube ની ઓટોમેટિક ટ્રાન્સલેશન સુવિધામાં વારંવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. ખાસ કરીને, જ્યારે અમે હિન્દીમાં ટાઇટલ સાથે કન્ટેન્ટ અપલોડ કરીએ છીએ, ત્યારે પ્લેટફોર્મ અમારા ઇનપુટ વિના તેનો અંગ્રેજીમાં અનુવાદ કરે છે. કમનસીબે, આ ઓટોમેટિક અનુવાદ ક્યારેક અમારા શીર્ષકોના મૂળ અર્થ અને સંદર્ભમાં ફેરફાર કરે છે, જેના કારણે ખોટી અર્થઘટન થવાની સંભાવના રહે છે.”

“અમે YouTube ટીમ સમક્ષ આ ચિંતા ઔપચારિક રીતે રજૂ કરી છે અને ભાષાકીય અખંડિતતા અને ક્રિએટરના ઉદ્દેશ્યનો આદર કરતા ઝડપી ઉકેલ માટે આશા રાખીએ છીએ. અમે અમારા પ્રેક્ષકોને અધિકૃત કન્ટેન્ટ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ” નિવેદનમાં કહેવામાં આવ્યું. જોકે આ ટાઇટલનો મુદ્દો વધુ ચગતા તેને “What is Jethalal`s secret of escaping from Pakistan?” સાથે બદલી દેવામાં આવ્યું છે.

taarak mehta ka ooltah chashmah dilip joshi youtube viral videos pakistan television news indian television entertainment news