રીલ લાઇફનો કૃષ્ણ ગીતાસારમાંથી રિયલ લાઇફનો કયો પાઠ શીખ્યો?

01 June, 2020 08:59 PM IST  |  Mumbai | Rashmin Shah

રીલ લાઇફનો કૃષ્ણ ગીતાસારમાંથી રિયલ લાઇફનો કયો પાઠ શીખ્યો?

સૌરભ રાજ જૈન

લૉકડાઉનના આ તબક્કામાં સ્ટાર પ્લસ દ્વારા રીટેલિકાસ્ટ કરવામાં આવતી ‘મહાભારત’માં અત્યારે બહુ મહત્ત્વનો એક પડાવ શરૂ થવામાં છે. ભગવદ્ગીતાનો જીવનસાર. કુરુક્ષેત્રના મેદાનમાં અનર્જુને ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનું વિરાટ રૂપ દેખાડીને તેને જીવનસાર સમજાવ્યો હતો. આ જીવનસાર આજે પણ એટલો જ યથાર્થ છે અને સિરિયલમાં કૃષ્ણનું પાત્ર ભજવતા સૌરભ રાજ જૈનના જીવનમાં પણ એટલો જ તેને ઉપયોગી બન્યો છે.

સૌરભ કહે છે, ‘ભગવદ્ગીતામાંથી મને પણ ઘણું શીખવા મળ્યું છે અને મેં એને જીવનમાં ઉતાર્યું પણ છે. જો મને અત્યારે કહેવું હોય કે મેં કઈ-કઈ વાત જીવનમાં ઉતારી તો હું સૌથી પહેલાં કહીશ કે ગુસ્સા પર કાબૂ કરવાની કળા હું ભગવદ્ગીતામાંથી શીખ્યો તો સાથોસાથ અપેક્ષા વિના કામ કરવું એ પણ મને ગીતાસારમાંથી શીખવા મળ્યું. જાત પર વિશ્વાસ રાખવાની વાત પણ ગીતાએ સમજાવી તો પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવાની શીખ પણ મને ભગવદ્ગીતામાંથી મળી. ગીતામાંથી સૌથી અગત્યની વાત જો કોઈ શીખવા મળી હોય તો એ છે કે પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો તફાવત સમજવો અને કૃષ્ણએ આ વાત કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કહી હતી.’

સૌરભ માને છે કે કૃષ્ણ પાણી સમાન નિર્મળ અને એકદમ શાંત છે. જીવનમાં જો કંઈ કરવું હોય તો સ્વભાવ પાણી જેવો રહેવો જોઈએ.

entertainment news indian television television news mahabharat