‘બિગ બૉસ ૧૫’ના હાઉસમાં શમિતાએ કદી પણ મને સપોર્ટ નથી કર્યો : વિશાલ કોટિયન

29 November, 2021 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં જ વિશાલ, જય ભાનુશાલી અને નેહા ભસીનનું એવિક્શન થયું છે

શમિતા સાથે વિશાલના સંબંધો વિશે પણ ખૂબ ચર્ચા થઈ હતી

વિશાલ કોટિયનનું કહેવું છે કે ‘બિગ બૉસ ૧૫’ના ઘરમાં શમિતા શેટ્ટીએ કદી પણ તેને સપોર્ટ નથી કર્યો. તે ઘણી વખત એકલો રડ્યા કરતો હતો. તાજેતરમાં જ વિશાલ, જય ભાનુશાલી અને નેહા ભસીનનું એવિક્શન થયું છે. એવિક્ટ થયા બાદ વિશાલને પૂછવામાં આવ્યું હતું કે આ એવિક્શન વિશે તારું શું કહેવુ છે? એનો જવાબ આપતાં વિશાલે કહ્યું હતું કે ‘એન્ટરટેઇનમેન્ટ ટાસ્કમાં મને એવિક્ટ કરવામાં આવ્યો એને લઈને હું કન્ફ્યુઝ થઈ ગયો હતો. હું જ એક હતો જે એન્ટરટેઇન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મારા જે પણ સારા ઍક્ટ્સ હતા એને એડિટ કરવામાં આવ્યા હતા. એને લાઇવ ફીડ પર જોઈ શકાશે. હું જ એકમાત્ર નિયમો પ્રમાણે જતો હતો અને ટાસ્ક બાદ દરેકે મારા પર્ફોર્મન્સની પ્રશંસા કરી હતી. આમ છતાં મેં જ્યારે એપિસોડ જોયા તો એમાં એવું કંઈ જ નહોતું. મને લાગે છે કે મેકર્સ જે કન્ટેસ્ટન્ટ્સને રાખવા માગતા હોય છે એની જ કન્ટેન્ટ રાખતા હોય છે. હા, હું નિરાશ તો થયો છું. મારાં ૮ અઠવાડિયાંની જર્નીને માત્ર એક ટાસ્કના આધારે જજ ન કરી શકાય.’
શમિતા સાથે વિશાલના સંબંધો વિશે પણ ખૂબ ચર્ચા થઈ હતી. શમિતા વિશે વિશાલે કહ્યું હતું કે ‘હું આજે પણ તેને મારી બહેન જ માનું છું. આ સંબંધ આજીવન રહેશે. સાથે જ મેં તો તેને મારી બહેન નહોતી બનાવી, તેણે જ મને શોમાં ભાઈ તરીકે પસંદ કર્યો હતો. શમિતાએ મને કદી સપોર્ટ નથી આપ્યો. જોકે હું હંમેશાં તેને મારી બહેન જ માનતો રહીશ.’

television news bigg boss 15 entertainment news