હું બાયસેક્સ્યુઅલ છું: વિકાસ ગુપ્તા

22 June, 2020 07:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું બાયસેક્સ્યુઅલ છું: વિકાસ ગુપ્તા

‘બિગ બૉસ’ના એક્સ-કૉન્ટેસ્ટન્ટ વિકાસ ગુપ્તાએ સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી છે કે તે બાયસેક્સ્યુઅલ છે. સાથે જ એના પર ગર્વ હોવાનું પણ તેણે જણાવ્યું છે. તે પોતાના વિડિયોઝને લઈને ખૂબ ચર્ચામાં છે. પાર્થ સમથાન અને પ્રિયાંક શર્મા સાથેની તેની લડાઈ પણ વધી રહી છે. પોતાના વિશે ખુલાસો કરતાં ટ્વિટર પર વિકાસ ગુપ્તાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું તમને સૌને મારા વિશે માહિતી આપવા માગું છું. હું જેન્ડરની પરવા કર્યા વગર વ્યક્તિના પ્રેમમાં પડી જાઉં છું. મારા જેવા એવા ઘણાબધા છે. ગર્વ સાથે કહું છું કે હું બાયસેક્સ્યુઅલ છું. હવે વધારેપડતું બ્લૅકમેઇલિંગ અને દાદાગીરી નહીં ચાલે. મારા વિશે માહિતી આપવા માટે દબાણ કર્યું એ માટે આભાર.’

entertainment news Bigg Boss vikas gupta indian television television news