ગયા મહિને માત્ર બે જ વ્યક્તિને મળ્યો છતાં કોવિડ થયો વીર દાસને

13 January, 2022 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમને ઍબ્સ કે પછી નૅપ જોતી હોય છે? તમારા શરીરના દરેક ભાગ એકસાથે આવીને આરામ મહેસૂસ કરે છે. આ બધું કહેવાનો ઉદ્દેશ એ છે કે માસ્ક પહેરો અને પ્રોત્સાહન આપો. આશા છે તમે અને તમારો પરિવાર સલામત હશે.’

ગયા મહિને માત્ર બે જ વ્યક્તિને મળ્યો છતાં કોવિડ થયો વીર દાસને

વીર દાસનું કહેવું છે કે તે ગયા મહિને માત્ર બે જ વ્યક્તિને મળ્યો હતો આમ છતાં તેને કોવિડ થયો છે અને એ બે વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોવિડ થતાં તે હોમ ક્વૉરન્ટીન થયો છે. એકલતામાં તેને ખૂબ કંટાળો આવી રહ્યો છે. કોરોના થયાની માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપતાં વીર દાસે લખ્યું હતું, ‘હું કોવિડ-19 પૉઝિટિવ થયો છું. હળવાં લક્ષણો છે. દુખાવો અને ગળામાં સોજો છે. ઘરમાં જ હું આઇસોલેટ છું. ગયા મહિને માત્ર બે જ જણના સંપર્કમાં આવ્યો હતો અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું હવે એક રૂમમાં છું. મારી પાસે ત્રણ તકિયા અને એક રજાઈ છે. હું એમ્બ્રૉઇડરી કરવાનું ગંભીરતાથી વિચારી રહ્યો છું. હજી કેટલા દિવસ આવી રીતે રહેવું પડશે એના પર આધાર રાખે છે. એના આધારે હું ૬ તકિયા અથવા તો બે રજાઈ પર ડિઝાઇન કરી શકું છું. જો મને કોઈ માર્કેટ પસંદ કરવાનું કહે તો હું તકિયાને બદલે રજાઈની માર્કેટ પસંદ કરીશ. લોકો તકિયાને તો પ્રેમ કરતા જ હોય છે. દરેકની પાસે સારી રજાઈ હોય એ જરૂરી નથી હોતું. નવા તકિયા ઓવરરેટેડ હોય છે. જૂના તકિયાઓ તમને અને તમારા આખા શરીરને ઓળખે છે. તમે એને ઘૂંટણોની વચ્ચે રાખો છો? એ અગત્યનું વર્કઆઉટ છે. તમને ઍબ્સ કે પછી નૅપ જોતી હોય છે? તમારા શરીરના દરેક ભાગ એકસાથે આવીને આરામ મહેસૂસ કરે છે. આ બધું કહેવાનો ઉદ્દેશ એ છે કે માસ્ક પહેરો અને પ્રોત્સાહન આપો. આશા છે તમે અને તમારો પરિવાર સલામત હશે.’

television news entertainment news indian television vir das coronavirus covid19