ઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું

15 January, 2021 09:02 AM IST  |  Mumbai | Agencies

ઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું

ઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) ઉત્કર્ષા નાઈકે નવા-નવા લોકોને એક પ્લૅટફૉર્મ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે. ઉત્કર્ષા હાલમાં દંગલ ટીવી પર આવતા ‘પ્રેમ બંધન’માં જોવા મળી રહી છે. એ થિયેટર વિશે જણાવતાં ઉત્કર્ષાએ કહ્યું હતું કે ‘મન્ડી હાઉસ અંધેરીમાં આવેલું એક નાનકડું થિયેટર છે જેમાં 100 લોકોની કૅપેસિટી છે. આ થિયેટરમાં વર્કશૉપ્સ, પ્લેસ, ઓપન માઇક જેવી અનેક ઍક્ટિવિટીઝ કરવામાં આવશે. અમારો ઉદ્દેશ એવી ટૅલન્ટ્સને એક પ્લૅટફૉર્મ આપવાનો છે જેમને મોટાં થિયેટર્સ પોસાતાં નથી. જે લોકોને થિયેટર્સમાં કામ કરવાનો રસ છે તેમને એક મંચ આપવામાં આવશે. થિયેટર ગ્રુપ્સ માટે આ એક સારો પર્યાય છે. સાથે જ અમે થિયેટર વર્કશૉપ્સ કરીશું, ખાસ વિષય પર પર્ફોર્મ કરીશું અને આ ક્રીએટિવ લોકોને આવું પ્લૅટફૉર્મ આપીને અમને પણ ખુશી થશે. એને ખૂબ જ સારી રીતે ગોઠવી દેવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં લૉકડાઉન લાગુ થયું હતું. જોકે અમે જલદી જ એની શરૂઆત કરવાના છીએ. એના માધ્યમથી નવા આવનારા લોકોને એક અદ્ભુત તક મળવાની છે.’

indian television television news entertainment news