નચ બલિયે 9: ઉર્વશી ઢોલકિયાથી કંટાળીને અનુજ સચદેવ કરે છે અલગ પ્રૅક્ટિસ

23 July, 2019 07:35 PM IST  |  મુંબઈ ડેસ્ક

નચ બલિયે 9: ઉર્વશી ઢોલકિયાથી કંટાળીને અનુજ સચદેવ કરે છે અલગ પ્રૅક્ટિસ

ઉર્વશી ઢોલકિયા

ઉર્વશીએ પોતાના એક્સ બૉયફ્રેન્ડને એટલું હેરાન કર્યું કે તે હવે અલગ પ્રૅક્ટિસ કરવા લાગી ગયો. આ વાતની માહિતી ઉર્વશીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપી છે.

ટેલીવિઝનના ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 9ની શરૂઆત થઈ ગઈ છે. આ શોનું પ્રીમિયર 19 જુલાઇના રાખવામાં આવ્યું હતું. નચ બલિયે9માં આ વખતે કેટલીય સેલિબ્રિટી જોડીઓ સાથે કેટલાક એવા કન્ટેસ્ટન્ટ પણ સામેલ છે, જે પોતાના એક્સ સાથે આ શોનો ભાગ બન્યા છે. કેટલાક કન્ટેસ્ટન્ટ એવા પણ છે જે પોતાના પાર્ટનરથી નારાજ છે તો કેટલાક પોતાના પાર્ટનર્સને હેરાન કરી રહ્યા છે.

નચ બલિયે 9 શોમાં આ વખતે કસોટી ઝિંદગી કીથી ફેમ મેળવનાર ઉર્વશી ઢોલકિયાએ પોતાના એક્સ બૉયફ્રેન્ડ અનુજ સચદેવા સાથે શોમાં ભાગ લીધો છે. તાજેતરમાં જ ઉર્વશીએ પોતાના એક્સ બૉયફ્રેન્ડને એટલું હેરાન કરી રહી છે કે તે અલગથી પ્રેક્ટિસ કરવા લાગ્યો. આ વાતની માહિતી ઉર્વશીએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને આપી છે.

આ વીડિયો જોઈને સ્પષ્ટ દેખાય છે કે ઉર્વશી પોતાના પાર્ટનર સાથે કેટલી મસ્તી કરે છે. વીડિયો સાથે ઉર્વશીએ લખ્યું છે, "અમે બન્ને સીરિયસ અને ફનીનું કૉમ્બીનેશન છે, આ વીડિયો ત્યારનો છે, જ્યારે મારા વર્તનને કારણે અનુજ કંટાળીને પર્ફેક્શન માટે અલગથી પ્રૅક્ટિસ કરવા લાગ્યો."

ઉર્વશી અને અનુજ 4 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા, જેના પછી બન્ને અલગ થઈ ગયા. આ બન્ને બ્રેકઅપ પછી પણ સારા મિત્રો છે, એ જ કારણ છે કે ઉર્વશી અને અનુજ ડાન્સ પ્રેક્ટિસમાં પણ એકબીજા સાથે મસ્તી કરતાં જોવા મળે છે. આ જોડી શૉમાં કેટલું કમાલ કરે છે એ તો આગામી દિવસોમાં જ જોવા મળશે.

આ પણ વાંચો : Anshul Trivedi:વાંચો કેવી રીતે સિંગરમાંથી એક્ટર બન્યો આ ગુજરાતી છોકરો

નચ બલિયે 9માં ઉર્વશી ઢોલકિયા સિવાય શ્રદ્ધા આર્યા અને વિશાલ આદિત્ય સિંહ પણ પોતાના એક્સ સાથે શોમાં જોવા મળશે.

television news urvashi dholakia