Anshul Trivedi:વાંચો કેવી રીતે સિંગરમાંથી એક્ટર બન્યો આ ગુજરાતી છોકરો

Jul 23, 2019, 17:32 IST
  • રામલીલા અને રમૈયા વસ્તાવૈયા જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલા અંશુલ ત્રિવેદી મૂળ વડોદરાના છે. વડોદરામાં જ તેમનું સ્કૂલિંગ પણ થયું છે.

    રામલીલા અને રમૈયા વસ્તાવૈયા જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલા અંશુલ ત્રિવેદી મૂળ વડોદરાના છે. વડોદરામાં જ તેમનું સ્કૂલિંગ પણ થયું છે.

    1/20
  • અંશુલ ચાર વર્ષ વલસાડ પણ રહી ચૂક્યા છે. અંશુલે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બીબીએની ડિગ્રી મેળવી ચૂક્યા છે.

    અંશુલ ચાર વર્ષ વલસાડ પણ રહી ચૂક્યા છે. અંશુલે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બીબીએની ડિગ્રી મેળવી ચૂક્યા છે.

    2/20
  • અંશુલે મુંબઈ માસ્ટર્સ માટે આવ્યા હતા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેઓ પબ્લિક રિલેશન અને કોર્પોરેટ કમ્યુનિકેશનનો અભ્યાસ કરી ચૂક્યા છે.

    અંશુલે મુંબઈ માસ્ટર્સ માટે આવ્યા હતા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેઓ પબ્લિક રિલેશન અને કોર્પોરેટ કમ્યુનિકેશનનો અભ્યાસ કરી ચૂક્યા છે.

    3/20
  • અંશુલે એક્ટિંગ કરતા પહેલા લગભગ છ મહિના સુધી નોકરી પણ કરી ચૂક્યા છે. જો કે પ્રોબેશન પીરિયડ પૂરો થતા પહેલા જ તેમણે નોકરી છોડીને એક્ટિંગ અપનાવી હતી.

    અંશુલે એક્ટિંગ કરતા પહેલા લગભગ છ મહિના સુધી નોકરી પણ કરી ચૂક્યા છે. જો કે પ્રોબેશન પીરિયડ પૂરો થતા પહેલા જ તેમણે નોકરી છોડીને એક્ટિંગ અપનાવી હતી.

    4/20
  • જાણીને આશ્ચર્ય થશે કે નાના પડતાના આ જાણીતા એક્ટર સિંગર પણ છે. તેઓ કલ્યાણજીના પુત્ર વિજુ શાહ સાથે 5 વર્ષ સુધી લાઈવ શોઝ સહિતના પ્રોગ્રામ કરી ચૂક્યા છે. મુંબઈમાં નવરાત્રિ દરમિયાન પણ તેઓ ગાઈ ચૂક્યા છે.

    જાણીને આશ્ચર્ય થશે કે નાના પડતાના આ જાણીતા એક્ટર સિંગર પણ છે. તેઓ કલ્યાણજીના પુત્ર વિજુ શાહ સાથે 5 વર્ષ સુધી લાઈવ શોઝ સહિતના પ્રોગ્રામ કરી ચૂક્યા છે. મુંબઈમાં નવરાત્રિ દરમિયાન પણ તેઓ ગાઈ ચૂક્યા છે.

    5/20
  • તો સિંગરમાંથી એક્ટિંગમાં કેવી રીતે ? આ સવાલના જવાબમાં અંશુલનું કહેવું છે કે મેં જોબ સ્વીકારી એ PRની જોબ હતી, તો બધા જ ક્લાયન્ટ એન્ટરટેઈનમેન્ટના હતા. સાંઈબાબા ટેલી ફિલ્મ્સ, સિનેવિષ્ટા પ્રોડક્શન જેવા ક્લાયન્ટ હતા.

    તો સિંગરમાંથી એક્ટિંગમાં કેવી રીતે ? આ સવાલના જવાબમાં અંશુલનું કહેવું છે કે મેં જોબ સ્વીકારી એ PRની જોબ હતી, તો બધા જ ક્લાયન્ટ એન્ટરટેઈનમેન્ટના હતા. સાંઈબાબા ટેલી ફિલ્મ્સ, સિનેવિષ્ટા પ્રોડક્શન જેવા ક્લાયન્ટ હતા.

    6/20
  • અંશુલનું કહેવું છે કે આ પ્રોડક્શન હાઉસના પીઆર માટે મોટા મોટા સ્ટાર્સ સિંગરને મળવાનું થતું, ઈન્ટરવ્યુઝ કરવાના થતા, તો મને મજા પડવા લાગી. કારણ કે મારું બેકગ્રાઉન્ડ પણ મ્યુઝિક હતું.

    અંશુલનું કહેવું છે કે આ પ્રોડક્શન હાઉસના પીઆર માટે મોટા મોટા સ્ટાર્સ સિંગરને મળવાનું થતું, ઈન્ટરવ્યુઝ કરવાના થતા, તો મને મજા પડવા લાગી. કારણ કે મારું બેકગ્રાઉન્ડ પણ મ્યુઝિક હતું.

    7/20
  • આગળ અંશુલનું કહેવું છે કે એક દિવસ હું કંટાળ્યો. પછી થયું કે જીવનમાં કરવું છે શું. તો ખૂબ વિચાર્યા પછી નિર્ણય કર્યો કે એક્ટિંગ કરવી છે. એમાં મજા આવશે અને ઓડિશન આપવાના શરૂ કર્યા.

    આગળ અંશુલનું કહેવું છે કે એક દિવસ હું કંટાળ્યો. પછી થયું કે જીવનમાં કરવું છે શું. તો ખૂબ વિચાર્યા પછી નિર્ણય કર્યો કે એક્ટિંગ કરવી છે. એમાં મજા આવશે અને ઓડિશન આપવાના શરૂ કર્યા.

    8/20
  • અંશુલનો પહેલો કમર્શિયલ પ્રોજેક્ટ 2011ના ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન કોકાકોલાની એડ હતી. જો કે આ એડ ભારતમાં રિલીઝ નહોતી થઈ કારણ કે તે કોકા કોલા પાકિસ્તાન માટેની હતી.

    અંશુલનો પહેલો કમર્શિયલ પ્રોજેક્ટ 2011ના ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન કોકાકોલાની એડ હતી. જો કે આ એડ ભારતમાં રિલીઝ નહોતી થઈ કારણ કે તે કોકા કોલા પાકિસ્તાન માટેની હતી.

    9/20
  • બાદમાં અંશુલે સસુરાલ ગેંદા ફૂલ, ગુલાલ જેવી ડેયલી સોપમાં નાના નાના પાત્રો ભજવવાની શરૂઆત કરી.

    બાદમાં અંશુલે સસુરાલ ગેંદા ફૂલ, ગુલાલ જેવી ડેયલી સોપમાં નાના નાના પાત્રો ભજવવાની શરૂઆત કરી.

    10/20
  • આખરે અંશુલને 2012માં મોટો બ્રેક મળ્યો. 2012માં મેં લક્ષ્મી તેરે આંગન કી સિરીયલમાં અંશુલને પેરેલલ લીડનો રોલ મળ્યો

    આખરે અંશુલને 2012માં મોટો બ્રેક મળ્યો. 2012માં મેં લક્ષ્મી તેરે આંગન કી સિરીયલમાં અંશુલને પેરેલલ લીડનો રોલ મળ્યો

    11/20
  • આ પછી તો સ્ટારપ્લસની સિરીયલ કાલી એક પુર્નઅવતારમાં પણ અંશુલે કામ કર્યું.

    આ પછી તો સ્ટારપ્લસની સિરીયલ કાલી એક પુર્નઅવતારમાં પણ અંશુલે કામ કર્યું.

    12/20
  • તેની સાથે સાથે અંશુલે બોલીવુડની ફિલ્મો પણ કરી. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણેની રામ લીલા અને રમૈયા વસ્તાવૈયામાં નાના રોલ્સ કર્યા.

    તેની સાથે સાથે અંશુલે બોલીવુડની ફિલ્મો પણ કરી. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણેની રામ લીલા અને રમૈયા વસ્તાવૈયામાં નાના રોલ્સ કર્યા.

    13/20
  • અંશુલ કહે છે કે બસ રામ લીલા મારા માટે ટર્નિંગ પોઈન્ટ રહી. આ ફિલ્મ દરમિયાન સંજય લીલા ભણસાલીએ મને સરસ્વતી ચંદ્ર ઓફર કરી. સરસ્વતી ચંદ્રમાં મેં મેઈન નેગેટિવ રોલ કર્યો અને મારી કરિયર બદલાઈ ગઈ.

    અંશુલ કહે છે કે બસ રામ લીલા મારા માટે ટર્નિંગ પોઈન્ટ રહી. આ ફિલ્મ દરમિયાન સંજય લીલા ભણસાલીએ મને સરસ્વતી ચંદ્ર ઓફર કરી. સરસ્વતી ચંદ્રમાં મેં મેઈન નેગેટિવ રોલ કર્યો અને મારી કરિયર બદલાઈ ગઈ.

    14/20
  •  સરસ્વતીચંદ્રથી અંશુલ ઘર ઘરમાં જાણીતા બન્યા. આ પછી તો તેઓ કલર્સ માટે ઈશ્ક કા રંગ સફેદ, સોની પલ માટે એક રિશ્તા ઐસ ભી, બિંદાસ માટે લવ બાય ચાન્સ, સબ ટીવી માટે ત્રિદેવીયા જેવી સિરીયલ્સમાં કામ કરી ચૂક્યા છે. 

     સરસ્વતીચંદ્રથી અંશુલ ઘર ઘરમાં જાણીતા બન્યા. આ પછી તો તેઓ કલર્સ માટે ઈશ્ક કા રંગ સફેદ, સોની પલ માટે એક રિશ્તા ઐસ ભી, બિંદાસ માટે લવ બાય ચાન્સ, સબ ટીવી માટે ત્રિદેવીયા જેવી સિરીયલ્સમાં કામ કરી ચૂક્યા છે. 

    15/20
  • હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનની સાથે સાથે ગુજરાતી ફિલ્મો પણ કરી ચૂક્યા છે. અંશુલે પેલા અઢી અક્ષર નામની ગુજરાતી ફિલ્મથી ડેબ્યુ કર્યો અને ઓક્સિજન જેવી ક્રિટકિલી એક્લેઈમ્ડ ફિલ્મ પણ આપી છે. કલર્સની ઝાંસીની રાણીમાં તે છેલ્લે દેખાયા હતા. જેમાં અંશુલ તાત્યા ટોપેના રોલમાં હતા.

    હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનની સાથે સાથે ગુજરાતી ફિલ્મો પણ કરી ચૂક્યા છે. અંશુલે પેલા અઢી અક્ષર નામની ગુજરાતી ફિલ્મથી ડેબ્યુ કર્યો અને ઓક્સિજન જેવી ક્રિટકિલી એક્લેઈમ્ડ ફિલ્મ પણ આપી છે. કલર્સની ઝાંસીની રાણીમાં તે છેલ્લે દેખાયા હતા. જેમાં અંશુલ તાત્યા ટોપેના રોલમાં હતા.

    16/20
  • ઓક્સિજન માટે અંશુલને ટ્રાન્સમીડિયાનો બેસ્ટ એક્ટર ઈન લીડ રોલનો એવોર્ડ મળી ચૂક્યો છે.

    ઓક્સિજન માટે અંશુલને ટ્રાન્સમીડિયાનો બેસ્ટ એક્ટર ઈન લીડ રોલનો એવોર્ડ મળી ચૂક્યો છે.

    17/20
  • તેની સાથે સાથે અંશુલે ઉમેશ શુક્લા સાથે ખિડકીની ઓપનિંગ સ્ટોરીમાં કામ કર્યું. તો અદાલત 2ના એપિસોડ્સમાં પણ અંશુલ દેખાઈ ચૂક્યા છે.

    તેની સાથે સાથે અંશુલે ઉમેશ શુક્લા સાથે ખિડકીની ઓપનિંગ સ્ટોરીમાં કામ કર્યું. તો અદાલત 2ના એપિસોડ્સમાં પણ અંશુલ દેખાઈ ચૂક્યા છે.

    18/20
  •   પર્સનલ લાઈફમાં અંશુલ ખૂબ એક્ટિવ છે. અંશુલને મ્યુઝિકનો શોખ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ એક્ટર ખૂબ જ સારા સ્વીમર છે. તે ગુજરાતને નેશનલ લેવલે સ્વિમિંગમાં રિપ્રેઝન્ટ કીર ચૂક્યા છે. તો 2004માં યુથ ફેસ્ટિવલમાં ગુજરાત લેવલે સુગમ સંગીતમાં પણ ફર્સ્ટ રેન્ક મેળવી ચૂક્યા છે. 

      પર્સનલ લાઈફમાં અંશુલ ખૂબ એક્ટિવ છે. અંશુલને મ્યુઝિકનો શોખ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ એક્ટર ખૂબ જ સારા સ્વીમર છે. તે ગુજરાતને નેશનલ લેવલે સ્વિમિંગમાં રિપ્રેઝન્ટ કીર ચૂક્યા છે. તો 2004માં યુથ ફેસ્ટિવલમાં ગુજરાત લેવલે સુગમ સંગીતમાં પણ ફર્સ્ટ રેન્ક મેળવી ચૂક્યા છે. 

    19/20
  • 20/20
  • loading...

ફોટોઝ વિશે

(Image Courtesy: Anshul Trivedi Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK