04 April, 2026 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
TRP રિપોર્ટમાં ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2 નંબર વનના સ્થાન પર યથાવત્
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) રિપોર્ટમાં ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ આ વખતે નંબર વનના સ્થાન પર યથાવત્ છે. તુલસી અને મિહિરની લોકપ્રિય વાર્તા દર્શકોને ટીવી-સ્ક્રીન સાથે બાંધી રાખે છે. આ પછી બીજા નંબર પર આવેલો શો ‘તુમ સે તુમ તક’ છે. ગયા અઠવાડિયે સાતમા નંબર પર રહેલો આ શો હવે સીધો બીજા સ્થાન પર પહોંચી ગયો છે.
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’નો સ્પિન-ઑફ શો ‘ક્યોંકિ... રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં’ આ વખતે ત્રીજા સ્થાને આવી ગયો છે. એક સમયે નંબર વન રહેલો શો ‘અનુપમા’ આ અઠવાડિયે ચોથા નંબર પર આવી ગયો છે. આ લિસ્ટમાં ‘ગંગા માઈ કી બેટિયાં’ સતત ટૉપ ફાઇવમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.