સચિન અને સુપ્રિયા પીલગાંવકરનો આજે જન્મદિવસ, આ રીતે થયો હતો પ્રેમ

17 August, 2021 05:31 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે સચિન પીલગાંવકર અને સુપ્રિયા પીલગાંવકરનો જન્મદિવસ છે, જેમણે બૉલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

સચિન પીલગાંવકર અને સુપ્રિયા પીલગાંવકર

આજે સચિન પીલગાંવકર અને સુપ્રિયા પીલગાંવકરનો જન્મદિવસ છે, જેમણે બૉલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણા ટીવી શોમાં પણ કામ કર્યુ છે. બંને પતિ -પત્ની છે અને બંનેનો જન્મદિવસ એક જ દિવસે છે. આ જોડીએ બૉલિવુડ, ટીવી અને મરાઠી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. 

સચિન પીલગાંવકર અને સુપ્રિયા પીલગાંવકરે બંને 17 ઓગસ્ટના રોજ સાથે મળીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. મળતી માહિતી અનુસાર આ કપલ પ્રથમ વખત એક મરાઠી ફિલ્મના સેટ પર એકબીજાને મળ્યા હતા અને અહીંથી તેમની વચ્ચે પ્રેમની શરૂઆત થઈ હતી. હા, બહુ ઓછા લોકોને ખબર હશે કે આ દંપતીએ ખૂબ જ નાની ઉંમરે લગ્ન કરી લીધા હતા.

સચિન પોતે મરાઠી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા હતા જેમાં સચિન અને સુપ્રિયા સેટ પર મળ્યા હતા. એ ફિલ્મમાં સુપ્રિયાને મુખ્ય અભિનેત્રી તરીકે લેવામાં આવી હતી. તે સમયે સુપ્રિયાની ઉંમર માત્ર 17 વર્ષ હતી અને સચિનની ઉંમર 27 વર્ષ હતી. તે ફિલ્મના શૂટિંગ દરમિયાન સચિન સુપ્રિયાની ક્યુટનેસ અને તેના ગાલ પર ડિમ્પલ પર ફિદા થઈ પ્રેમમાં પડ્યા હતા. ત્યાર બાદ સુપ્રિયા પોતે પણ ધીમે ધીમે સચિન તરફ આકર્ષિત થઈ હતી. 

 ફિલ્મના શૂટિંગ બાદ પણ બંનેએ સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. આ પછી બંનેએ 1985 માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સુપ્રિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,`સચિન એક ફેમિલી મેન છે. તેઓ તેમના પરિવારને સાથે રાખવામાં માને છે.` બંને એકા બીજાનો સાથે માણી રહ્યાં છે અને તેમના જીવનથી ખુશ છે, તેમને શ્રીયા નામની એક પુત્રી છે. 

television news entertainment news