TMKOC: શું 2021માં 'તારક મહેતા' શૉમાં થશે 'દયાબેન'ની એન્ટ્રી, આ છે મિશન

21 January, 2021 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

TMKOC: શું 2021માં 'તારક મહેતા' શૉમાં થશે 'દયાબેન'ની એન્ટ્રી, આ છે મિશન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને નટુકાકા સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. આ શૉ સાથે સંકળાયેલા પાત્રો વિશે પણ ઘણી વાતો થતી હોય છે. આ સીરિયલમાં સૌથી ચર્ચાં રહે છે ગડા પરિવાર. હંમેશા ગડા પરિવાર પર કોઈને કોઈ મુસીબત આવતી જોવા મળે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શૉના દરેક કલાકારોએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે. સીરિયલના લોકપ્રિય પાત્ર જેઠાલાલ અને દયાબેનની વાત તો નિરાળી જ છે. ફૅન્સ દયાબેનને સ્ક્રીન પર પાછા જોવા માંગે છે અને એના માટે તેઓ ગરબા ક્વીનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દયાબનેનો રોલ ભજવનાર એક્ટ્રેસ દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી સીરિયલમાં જોવા મળી નથી. ત્યારે તેઓ ગર્ભવતી હતા અને તેઓ મેટરનિટી લીવ પર ગયા હતા. બાદથી દયાબેન પાછા શૉમાં પાછા ફર્યા નથી. દિશાને શૉ છોડીને 3 વર્ષ થઈ ગયા છે. ફેન્સ પણ દયાબેનને સીરિયલમાં જોવા માટે ઘણા ઉત્સાહી છે. આ બધાની વચ્ચે દયાબેનની વાપસીને લઈને પણ ઘણા સમાચારો ચર્ચામાં રહ્યા હતા. હાલ તેમના પાછા ફરવા પર એક મિશન બનાવવામાં આવ્યું છે.

તાજેતરમાં સીરિયલમાં અંજલિ અને તારક મહેતા આપસમાં વાતચીત કરતા નજર આવી રહ્યા છે અને ત્યારે તેઓ દયાબેનના પાછા ફરવાનો પણ ઉલ્લેખ કર્યો છે. અંજલિ કહે છે કે 2021નો પહેલો દિવસ ઘણો ધમાકેદાર હતો. એ વિશે તારક મહેતા કહે છે કે હવે ઈશ્વર પાસેથી એવી જ પ્રાર્થના છે કે આવો હંગામો ફરીથી જોવા નહીં મળે. 2021 શાંતિથી પસાર થાય એવી જ ઈશ્વર પાસેથી કૃપા છે. ત્યારે અંજલિ કહે છે કે હાં 2021માં બસ પોપટલાલના લગ્ન થઈ જાય અને સૌથી વધારે મહત્વ કોરોનાની વેક્સિન બધાને સફળતાપૂર્વક લાગી જાય. બસ આ બન્ને મિશન સફળતાપૂર્વક થઈ જાય.

આ બન્ને મિશન સિવાય તારક મહેતા કહે છે કે આ બન્ને સિવાય હજી બે મિશન પણ છે. એક તો એ કે દયાભાભી બહુ જ જલદી ગોકુલધામ સોસાયટીમાં પાછા આવી જાય, તો એના પર અંજલિ કહે છે કે આ મિશન તો 2021ની શરૂઆતમાં જ જલદીથી જલદી પૂર્ણ થવું જોઈએ. ગડા પરિવાર અને આખી ગોકુલધામ સોસાયટી દયાભાભીને ખૂબ જ મિસ કરી રહ્યા છે. ચોથા મિશનની વાત કરતા તારક મહેતા કહે છે કે તારક મહેતાને ડાયટ ફૂડથી છૂટકારો મળી જાય. એના પર અંજલિ હસીને જવાબ આપે છે કે આ મિશન તો 2021માં તો શું 2025માં પણ પૂર્ણ નહીં થાય. હવે આગળ જોવાનું રહેશે કે તારક મહેતાને ડાયટ ફૂડથી મુક્તિ મળશે કે નહીં?

આ પણ વાંચો : Exclusive Interview દિલીપ જોશીઃ કૉમેડીનાં સરતાજ, વાસ્તવિકતામાં બહુ શાંત છે

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000થી વધારે એપિસોડ્સ પૂરા કર્યા છે.

taarak mehta ka ooltah chashmah dilip joshi indian television television news tv show