TMKOC: મેકર્સે શોના ટેલિકાસ્ટ સંદર્ભે લીધો આ મોટો નિર્ણય, જાણો વિગત

19 October, 2021 07:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દરમિયાન, ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. TMKOC ના નિર્માતાઓએ શોના પ્રસારણના દિવસોમાં બદલાવ કર્યો છે. હવે આ શૉ વધુ એક દિવસ દર્શકોનું મનોરંજન કરશે.

તારક મહેતાના કલાકારો

લોકપ્રિય કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી  પ્રેક્ષકોનું મનોરંજન કરી રહી છે. આ શૉ દેશભરના ઘણા ઘરોનો અભિન્ન ભાગ બની ગયો છે. ટેલિવિઝન પર સૌથી લાંબો ચાલતો શો છે.

વર્ષોથી, ગોકુલધામ અને તેના રહેવાસીઓ ચાહકો માટે કુટુંબના સભ્યો જેવા બની ગયા છે જેઓ નવા એપિસોડની આતુરતા સાથે રાહ જોતા હોય છે અને ઘણા પ્રેક્ષકો સાથે મળીને શો જોવાની કૌટુંબિક વિધિ ધરાવે છે.

દરમિયાન, ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. TMKOC ના નિર્માતાઓએ શોના પ્રસારણના દિવસોમાં બદલાવ કર્યો છે. હવે આ શૉ વધુ એક દિવસ દર્શકોનું મનોરંજન કરશે.

ચાહકોને નવા એપિસોડ સાથે વધુ આનંદ આપવા TMKOC હવે તેના નિયમિત 5 દિવસના અઠવાડિયાના રૂટિનને બદલે શનિવારે પણ પ્રસારિત કરશે.

TMKOC, વિશ્વના સૌથી લાંબા સમયથી ચાલતા દૈનિક કોમેડી શોમાંનો એક છે અને તેના ચૌદમા વર્ષમાં 3200 એપિસોડ્સ સાથે અવિરત પ્રસારણ હજી પણ ચાલુ છે.

દરમિયાન, નિર્માતાઓ તરફથી દયાબેનના શોમાં પાછા ફરવા અંગે હજુ સુધી કોઈ અહેવાલ નથી. દયાબેનનું પાત્ર શોના સૌથી લોકપ્રિય પાત્રોમાંનું એક છે. જોકે, દીકરીના જન્મ બાદ દિશા વાકાણી શોમાંથી બહાર નીકળ્યા બાદ લાંબા સમયથી આ પડદા પરથી ગાયબ છે.

TMKOCના સર્જક અસિત કુમાર મોદીએ ETimesને આપેલા ઈન્ટરવ્યુમાં અગાઉ કહ્યું હતું કે “હું સમજું છું કે પ્રેક્ષકો દયા ભાભીની રાહ જોઈને થાકી ગયા છે અને તેઓ તેમને પાછા જોવા માંગે છે અને હું તેમની લાગણીઓને સમજી શકું છું. હું સમજી શકું છું કે દર્શકો ઇચ્છે છે કે દયા બેન પાછા આવે અને હું પણ તેમને ફરીથી શોમાં જોવા માંગુ છું.”

“પ્રેક્ષકોના દ્રષ્ટિકોણથી જો હું જોઉં તો મને પણ શોમાં દયા ભાભી જોઈએ છે, પરંતુ આ રોગચાળા દરમિયાન, કેટલીક વસ્તુઓ શક્ય નથી અને પ્રેક્ષકોએ આગામી 2-3 મહિના સુધી મને ટેકો આપવો પડશે. હું તેમને અમારી વાત સમજવા વિનંતી કરું છું.” મોદીએ ઉમેર્યું હતું.

entertainment news television news