જેઠાલાલના દિલના થશે ટૂકડા હજાર, જ્યારે સોસાયટી છોડીને જશે આ પાડોશી

21 October, 2020 05:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જેઠાલાલના દિલના થશે ટૂકડા હજાર, જ્યારે સોસાયટી છોડીને જશે આ પાડોશી

જેઠાલાલ, ઐય્યર અને બબીતાજી - તસવીર સૌજન્ય: તારક મહેતા યૂ-ટ્યૂબ

આખા વિશ્વમાં કોરોના વાઈરસે આતંક ફેલાવી દીધો છે, ત્યારે 4 મહિનાથી ચાલી રહેલા લૉકડાઉન બાદ થોડા સમયથી સરકારે એમાં થોડી છૂટછાટ આપી છે અને ધીમે ધીમે બધું અનલૉક થતું જોવા મળી રહ્યું છે, ત્યારે ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દેશના અન્ય રાજ્યોની જેમ ગોકુલધામ સોસાયટી પણ લૉકડાઉનના આદેશોનું પાલન કરી રહી છે. તારક મહેતા... શૉ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે હાલ આ શૉએ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. હાલ ગોકુલધામવાસીઓ કોરોના વાઈરસ અને લૉકડાઉનના લીધે હેરાન નજર આવી રહ્યા છે અને દર્શકોને આ શૉ ઘણો પસંદ આવી રહ્યો છે. આવનારા એપિસોડમા ઘણા એવા ટ્વિસ્ટ તમને જોવા મળશે, જે તમને હસાવશે જ નહીં પરંતુ શૉને સંપૂર્ણ રીતે બદલી નાખશે.

લૉકડાઉનના લીધે બધા પોત-પોતાના ઘરમાં કેદ છે અને રૂટિન કામથી કંટાળી ગયા છે. પણ આવનારા એપિસોડમાં આપણને જોવા મળશે કે લૉકડાઉનથી હેરાન ઐય્યરે ખેડૂત બનવાનું મન બનાવી લીધું છે. શું તે કાયમ માટે બબીતા સાથે તેના ગામ જશે. પરંતુ આ વાત જો જેઠાલાલને ખબર પડશે તો, તેઓ આ વાતનો વિરોધ કરશે. બબીતાજીને પોતાનાથી દૂર જતા જોઈ જેઠાલાલ જુદી-જુદી દલીલ કરે છે અને ઐય્યરને રોકવાનો પ્રયત્ન કરશે. તેઓ ગામની તે સમસ્યાઓ ઉપાડશે, જેના કારણે ઐય્યર અને બબીતાજીને ત્યાં રહેવું મુશ્કેલ બનશે. પરંતુ ઐય્યરે તો મન બનાવી લીધું છે અને બબીતા પણ એનું સમર્થન કરી રહી છે. એવામાં જેઠાલાલ ઘણા પરેશાન થઈ ગયા છે.

આ પણ વાંચો : એ હાલો... તો આવી રીતે ઉજવાશે 'તારક મહેતા'માં નવરાત્રિ ઉત્સવ, થઈ જાઓ તૈયાર

આવી સ્થિતિમાં શું ઐય્યર અને બબીતાજી ગોકુલધામ સોસાયટી છોડીને કાયમ માટે જતા રહેશે? શું જેઠાલાલના રોકવાના તમામ પ્રયાસો નિષ્ફળ થવાના છે? હવે આ સવાલ તો બધા ફૅન્સના મનમાં છે પરંતુ એનો જવાબ તો આવનારા એપિસોડમાં જ તમને જોવા મળશે. આમ તો સોશિયલ મીડિયા દ્વારા મેકર્સે એક પ્રોમો પણ શૅર કર્યો છે. પ્રોમોને જોઈને ખબર પડી રહી છે કે જેમ-જેમ જેઠાલાલની મુશ્કેલીઓ વધતી જશે, તેમ હાસ્યનો ખજાનો પણ તમને જોવા મળશે. આ પ્રોમો હાલ વાઈરલ થઈ ચૂક્યો છે. હવે જોવું રહ્યું કે જેઠાલાલ કેવી રીતે ઐય્યર અને બબીતાજીને રોકશે.

જણાવી દઈએ કે લૉકડાઉનના કારણે ગોકુલધામવાસીઓ ઘરમાં રહીને કંટાળી ગયા છે. જેઠાલાલ પણ દુકાન ન જવાના કારણે હતાશ થઈ ગયા છે. તેમ જ ભીડે ઑનલાઈન ક્લાસિસ અને કોચિંગથી હેરાન થઈ રહ્યા છે. સોસાયટીની મહિલા મંડળ પણ પોતાના બાળકો અન પતિની હંમેશા આસપાસ રહેવાના કારણે અને ઘરના વધતા કામોને લઈને ચિંતિત થઈ રહી છે.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

taarak mehta ka ooltah chashmah dilip joshi entertainment news indian television television news