TKSS: કપિલ શર્મા શોના નિર્માતાઓ અને સોની ટીવીના ડિરેક્ટર વિરુદ્ધ નોંધાઈ FIR

24 September, 2021 06:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધાક્કડના જણાવ્યા અનુસાર, શોના એન્કર કપિલ શર્મા અને સોની ટીવી ડિરેક્ટર એમપી સિંહ વિરુદ્ધ IT એક્ટ અને એક્સાઇઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કપિલ શર્મા

ધ કપિલ શર્મા શોના નિર્માતાઓ વિરુદ્ધ એક એપિસોડને પગલે એફઆઈઆર નોંધાવવામાં આવી છે જેમાં શોના કલાકારો કોર્ટરૂમના સીનમાં દારૂ પીતા બતાવવામાં આવ્યા હતા. ફરિયાદીએ કોમેડી શોના નિર્માતાઓ પર કોર્ટનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો છે.

સુરેશ ધાક્કડ નામના વકીલ દ્વારા મધ્યપ્રદેશની શિવપુરી જિલ્લા અને સત્ર અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમણે દાવો કર્યો હતો કે 21 એપ્રિલે સોની ટીવી પર આ “વાંધાજનક દ્રશ્યો” સાથેનો એપિસોડ પ્રસારિત થયો હતો.

ધાક્કડના જણાવ્યા અનુસાર, શોના એન્કર કપિલ શર્મા અને સોની ટીવી ડિરેક્ટર એમપી સિંહ વિરુદ્ધ IT એક્ટ અને એક્સાઇઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે 1 ઓક્ટોબરે સુનાવણી થવાની છે.

વકીલે પત્રકારોને જણાવ્યું હતું કે “કોર્ટરૂમના દ્રશ્યમાં, કલાકાર દારૂની બોટલ સાથે સ્ટેજ પર આવે છે અને અન્ય લોકોને તે પીવાનું કહે છે. આ દ્રશ્ય કોર્ટની ગરિમાનું ઉલ્લંઘન કરે છે. તેમાં વૈધાનિક ચેતવણી પણ દર્શાવવી જોઈએ, જે તેણે કરી ન નથી.”

ધાક્કડે દાવો કર્યો હતો કે ભૂતકાળમાં પણ, કોમેડી શોમાં મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ અને અપમાનજનક સામગ્રી દર્શાવવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે તેણે શોના નિર્માતાઓ સામે કેસ નોંધવા માટે કલેક્ટર અને પોલીસ અધિક્ષકનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો.

the kapil sharma show sony entertainment television entertainment news television news kapil sharma madhya pradesh