થૅન્ક યુ 2020

01 January, 2021 03:11 PM IST  |  Rajkot

થૅન્ક યુ 2020

ટીના ફિલિપ

દંગલ ચૅનલના સુપરહિટ શો ‘અય મેરે હમસફર’ની લીડ ઍક્ટ્રેસ ટીના ફિલિપ દૃઢપણે માને છે કે તેણે જોયેલાં છેલ્લાં ૨૦ વર્ષમાં જો કોઈ વર્ષ બેસ્ટ હોય તો એ આ ૨૦૨૦નું વર્ષ છે. ટીનાને શો મળ્યો એને લીધે તે આ શોનો આભાર માનવા નથી માગતી, પણ આ વર્ષે તેને ઘણું શીખવ્યું એને કારણે તે આ વર્ષનો આભાર માનવા માગે છે. ટીનાએ કહ્યું હતું કે ‘આ વર્ષે જેન્યુઇનલી સમજાવ્યું કે બહુ ઓછામાં પણ આપણે જીવી શકીએ છીએ. માર્ચ પહેલાં મને સામાન્ય કહેવાય એવી ચા બનાવતાં પણ નહોતી આવડતી, પણ લૉકડાઉન, કોરોના અને ૨૦૨૦એ મને આજે કિચનની એકેક વરાઇટી બનાવતાં શીખવી દીધું અને એ પછી એવી વરાઇટી જે આપણે ખાવા માટે હોટેલમાં જતા હોઈએ છીએ.’

ટીના ફિલિપ કહે છે, ‘૨૦૨૦એ આપણને બધાને વધારે પર્ફેક્ટ થવાની તક આપી અને બધા થયા પણ ખરા, તો સાથોસાથ આ વર્ષે આપણને બધાને એકબીજાની વૅલ્યુ પણ સમજાવી અને એટલે જ હું કહીશ, થૅન્ક યુ ૨૦૨૦.’

indian television television news tv show