'તારક મહેતા'ના નવા એપિસોડમાં લોકોને મજા ન આવી, જાણો કારણ

24 July, 2020 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'તારક મહેતા'ના નવા એપિસોડમાં લોકોને મજા ન આવી, જાણો કારણ

જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી

સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શૉની શૂટિંગ બધ હતી.

ચાર મહિનાના લાંબા બ્રેક બાદ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલ ફ્રેશ એપિસોડ સાથે ટીવી પર પાછી ફરી છે. કોરોના વાઈરસના લીધે થયેલા લૉકડાઉનના કારણે બધા ટીવી શૉઝ અને ફિલ્મોની શૂટિંગ બંધ થઈ હતી પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારની કેટલીક ગાઈડલાઈન્સને ફૉલો કરતા શૉઝની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફ્રેશ એપિસોડે દર્શકોને ઘણા નિરાશ કરી દીધા છે. સોશિયલ મીડિયા પર આ શૉને લઈને દર્શકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને હંમેશાથી જ દર્શકોનો ઘણો સારો રિસ્પોન્સ મળતો આવ્યો છે. પરંતુ બુધવારનો નવો એપિસોડ જોયા બાદ દર્શકો ઘણા નિરાશ થઈ ગયા છે. કેટલાક લોકોનું કહેવું છે કે શૉનો હ્યૂમર પહેલા જેવો નથી રહ્યો. કેટલાક લોકોનું એવુ પણ કહેવું છે કે જૂના પાત્રોને રિપ્લેસ કરવામાં આવ્યા છે, એના લીધે શૉ ઘણો કમજોર થઈ ગયો છે. શૉની લીડ એક્ટ્રેસ દયાબેન ઉર્ફે દિશા વાકાણી લાંબા સમયથી શૉથી ગાયબ છે એના લીધે પણ હવે દર્શકોને આ શૉ જોવામાં મજા નથી આવી રહી. ગુજરાતી પાત્રમાં દિશા વાકાણી ઘણી તેજસ્વી જોવા મળતી હતી.

એક યૂઝરે લખ્યું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ ઘણો મજેદાર છે, અમને એમાં નવા પાત્રો, મેકઅપ, નકલી કૉમેડીની જરૂરત નથી, પરંતુ જૂનો શૉ જેવો હતો એવો જ અમને જોવો છે.

આ પણ વાંચો : લાંબા બ્રેક બાદ શરૂ થયો 'તારક મહેતા..' શૉ, પહેલા જ દિવસે થઈ ગઈ આ ભૂલ

તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી ટીવીનો પોપ્યુલર શૉ રહ્યો છે. દર્શકો વચ્ચે આ શૉને લઈને જોરદાર ક્રેઝ છે, પરંતુ કેટલાક શૉના બદલાવે દર્શકોનું મન ખરાબ કરી દીધું છે. તો હવે જોવાનું રહેશે કે શૉના મેકર દર્શકોના આ કમેન્ટને કેટલી ગંભીરતાથી લે છે.

taarak mehta ka ooltah chashmah dilip joshi entertainment news television news tv show