સોશ્યલ મીડિયાની પ્રસિદ્ધિ અને ટૅલન્ટને કંઈ જ લાગતુંવળગતું નથી

01 January, 2021 03:11 PM IST  |  Ahmedabad | Nirali Dave

સોશ્યલ મીડિયાની પ્રસિદ્ધિ અને ટૅલન્ટને કંઈ જ લાગતુંવળગતું નથી

સૃષ્ટિ જૈન

‘હમારીવાલી ગુડ ન્યુઝ’માં નવ્યા તિવારીનો રોલ કરતી સૃષ્ટિ જૈન સોશ્યલ મીડિયા પર ખાસ્સા ફૉલોઅર્સ ધરાવે છે. જોકે સૃષ્ટિનું કહેવું છે કે સોશ્યલ મીડિયાના ફૉલોઅર્સનો આંકડો અને ટૅલન્ટને કાંઈ લેવા-દેવા નથી. ‘સુહાની સી એક લડકી’, ‘મેરી દુર્ગા’ જેવા ટીવી-શો કરી ચૂકેલી સૃષ્ટિ જૈનને ‘હમારીવાલી ગુડ ન્યુઝ’ને કારણે લોકપ્રિયતા મળી છે. સૃષ્ટિ કહે છે, ‘ઍક્ટિંગ એક કળા છે, ફીલિંગ્સ છે. સોશ્યલ મીડિયા પર પપૉપ્યુલર હોવું એ બીજી વાત છે. એમાં કન્ટેન્ટ, પોસ્ટ ક્રીએટ કરીને લોકોને બાંધી રાખવામાં આવે છે; જ્યારે ઍક્ટિંગમાં રોલ અપનાવવો, ૧૦૦ ટેક્નિક મૅનેજ કરવી અને પર્ફોર્મ કરવાનું આવે છે. મને નથી લાગતું કે સોશ્યલ મીડિયાની લોકપ્રિયતા અને ટૅલન્ટને કંઈ લાગતુંવળગતું હોય. એવા ઘણા બધા દિગ્ગજ કલાકારો છે જેઓ સોશ્યલ મીડિયા પર નથી છતાં ઍક્ટિંગનું પાવરહાઉસ છે.’

સૃષ્ટિ પોતે બહુ સિલેક્ટિવ શૅર કરવામાં માને છે અને ફૅન્સ સાથે કનેક્ટ રહેવા માટે આ પ્લૅટફૉર્મ જરૂરી છે એમ પણ કહે છે. સોશ્યલ મીડિયા અને ટ્રોલિંગ એક સિક્કાની બે બાજુ છે ત્યારે સૃષ્ટિનું કહેવું છે કે તમે દરેકને ખુશ ન કરી શકો એટલે નેગેટિવ કમેન્ટ્સને ઇગ્નોર કરવી જોઈએ.

indian television television news tv show