સલમાન ખાને કપિલ શર્માને આપી સલાહ, આ કામ માટે પાડી ના...

28 July, 2019 06:18 PM IST  |  મુંબઈ ડેસ્ક

સલમાન ખાને કપિલ શર્માને આપી સલાહ, આ કામ માટે પાડી ના...

કપિલ શર્મા સાથે સલમાન ખાન

બોલીવુડ સ્ટાર સલમાન ખાન ફક્ત મોટા પડદા પર જ નહીં પણ નાના પડદા પર પણ ધમાલ મચાવી રહ્યો છે. 'ભારત'ની સફળતા પછી સલમાન ટીવીની દુનિયા પર પણ રાજ કરી રહ્યો છે. એવામાં સલમાન ખાને કપિલ શર્માને એક ખાસ સલાહ આપી છે.

મળતી માહિતી પ્રમાણે સલમાન ખાન 'ધ કપિલ શર્મા' શોનો પ્રૉડ્યુસર છે. આ શો માટે સલમાન ખાને કપિલ શર્માને ચોખ્ખું કહી દીધું છે કે એવું કોઈપણ કામ ન કરે જેનાથી વિવાદ થાય.

ન્યૂઝ એજન્સીની રિપોર્ટ પ્રમાણે ધ કપિલ શર્મા શો સાથે જોડાયેલા વ્યક્તિએ કહ્યું "શોએ ટીઆરપીમાં સારી પકડ જમાવી છે. એવામાં સલમાન ખાને કપિલ શર્માને કહ્યું કે એવું કંઈ પણ ન કરે જેનાથી વિવાદો ઉભા થાય. તો કપિલને પણ સલમાનથી સારો પ્રૉડ્યુસર નહીં મળી શકે."

જણાવીએ કે હાલ શોમાં કપિલની સાથે સાથે કીકૂ શારદા અને કૃષ્ણા અભિષેક પણ પોતાના પાત્રોથી લોકોનું મન જીતી રહ્યા છે.

આ પણ વાંચો : Happy Birthday Sanjubaba: કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે સંજય અને માન્યતાની લવ સ્ટોરી

ઉલ્લેખનીય છે કે આ પહેલા કપિલ શર્મા ઘણીવાર વિવાદોમાં ઘેરાઇ ચૂક્યો છે. પહેલા તેનો સુનિલ ગ્રોવર સાથે ઝઘડો થયો. જેના પછી તેના શોને ભારે નુકસાન થયું. સુનિલ ગ્રોવર સાથે ઝઘડા સિવાય કપિલ ઘણીવાર વિવાદિત ટ્વીટ પણ કરી ચૂક્યો છે. તો એક જર્નાલિસ્ટ સામે અપશબ્દો પણ બોલ્યા હતા.

kapil sharma the kapil sharma show Salman Khan salman khan controversies bollywood entertaintment television news indian television