ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગને હોસ્ટ કરશે કરણ વાહી અને વાલુશા ડિસોઝા

04 February, 2021 12:38 PM IST  |  Mumbai | Agencies

ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગને હોસ્ટ કરશે કરણ વાહી અને વાલુશા ડિસોઝા

ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગને હોસ્ટ કરશે કરણ વાહી અને વાલુશા ડિસોઝા

કરણ વાહી અને વાલુશા ડિસોઝા Zee ટીવી પર શરૂ થનાર ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’ને હોસ્ટ કરવાનાં છે. આ શો આ ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. દર શનિવારે અને રવિવારે રાતે ૮ વાગ્યે આ શો ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ રિયલિટી શોમાં બૉલીવુડના જાણીતા સિંગર્સ ભાગ લેવાના છે, જેમાં ૬ ટીમ આ સ્પર્ધામાં ઊતરશે. શોને હોસ્ટ કરવા વિશે કરણ વાહીએ કહ્યું હતું કે ‘મેં ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ની અગાઉની સીઝનને હોસ્ટ કરી હતી. ઘરે પાછો ફર્યો હોઉં એવો અહેસાસ થાય છે. ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’ એક અનોખો કન્સેપ્ટ છે. હું આવા સ્ટાર્સથી સજેલા શોને હોસ્ટ કરવા માટે એક્સાઇટેડ છું. આ શોમાં પ્રતિભાશાળી સિંગર્સ અને દિગ્ગજ બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ જોવા મળશે. મેકર્સે જ્યારે મને અપ્રોચ કર્યો તો હું અતિશય ખુશ થઈ ઊઠ્યો હતો અને એને મેં કરવા માટે હા પાડી દીધી હતી.’
શોમાં તેની સાથે વાલુશા પણ સાથ આપશે એ જાણીને કરણે કહ્યું હતું કે ‘આ ગ્રેટેસ્ટ મ્યુઝિક કૉમ્પિટિશનની શરૂઆત કરવા માટે હું ખૂબ આતુર છું. આશા રાખું છું કે મારા ફૅન્સ મારા અને વાલુશાના શો હોસ્ટ કરવાને એન્જૉય કરશે.’
શોને લઈને પોતાનો ઉમળકો વ્યક્ત કરતાં વાલુશાએ કહ્યું હતું કે ‘આ આપણા દેશનો પોતાનો અનોખો શો છે, જે અદ્ભુત પર્ફોર્મન્સિસ સાથે ખૂબ મનોરંજક પુરવાર થશે. આ શો મળવો મારા માટે એક સન્માન જેવું છે. શોમાં મોટાં નામો જોડાયેલાં છે. શોનું શૂટિંગ શરૂ કરવાની સાથે જ કરણ વાહી સાથે શો હોસ્ટ કરવાને લઈને હું ઉત્સાહિત છું.’

bollywood bollywood news bollywood ssips entertainment news karan wahi