તમે મારા જેવા બનવાનું ક્યારેય પસંદ નહીં કરો

04 January, 2021 05:42 PM IST  |  Mumbai | Rashmin Shah

તમે મારા જેવા બનવાનું ક્યારેય પસંદ નહીં કરો

પંકજ સિંહ

સ્ટાર ભારતના નવા શો ‘તેરી લાડલી મૈં’ની દિવ્યાંગ દીકરી બિટ્ટીના પપ્પા સુરેન્દ્રનું કૅરૅક્ટર પંકજ સિંહ કરે છે. પંકજ સિંહ કહે છે, ‘કૅરૅક્ટર ગ્રે શેડ્સનું છે પણ એમ છતાં એ ઑડિયન્સને એમ બોલતું કરી દેશે કે આ માણસ જેવા ક્યારેય બનવું નહીં. સુરેન્દ્ર ખરાબ નથી, પણ તેના પર આખા ઘરની જવાબદારી છે અને એ જવાબદારીને લીધે તે એવું માનવા માંડ્યો છે કે ભૂલથી પણ હવે બીજી દીકરી તો ઘરમાં આવવી જ ન જોઈએ. પોતાની જવાબદારીના ભાર વચ્ચે તે એવો તે દબાયો છે કે તેને દીકરી, ખાસ કરીને દિવ્યાંગ દીકરી બોજ લાગવા માંડી છે. આ બોજને લીધે તે દીકરીથી ધીમે-ધીમે એટલો દૂર નીકળી ગયો છે કે હવે તેને દીકરીની લાગણીઓ દેખાતી કે સંભળાતી નથી.’

પંકજ સિંહે અગાઉ અનેક હિન્દી નાટકો અને સિરિયલો કર્યાં છે, પણ કોવિડ પછી તે પહેલી વાર ઍક્ટિંગ માટે બહાર આવ્યો છે. પંકજ કહે છે, ‘જ્યારે મેં વાર્તા સાંભળી ત્યારે જ મને થયું હતું કે આ એક એવું કૅરૅક્ટર છે જેવા બનવાનું કોઈ પસંદ ન કરે એ પ્રકારે એને કરવું જોઈએ.’

entertainment news indian television television news tv show Rashmin Shah