ડાન્સ શોને હૉસ્ટ કરતાં ટેરેન્સ લુઇઝ કરશે ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી

29 August, 2020 06:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડાન્સ શોને હૉસ્ટ કરતાં ટેરેન્સ લુઇઝ કરશે ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી

ટેરેન્સ લુઇઝ

કૉરિયોગ્રાફર ટેરેન્સ લુઇઝ ‘ધ ગ્રેટ ઇન્ડિયા ડાન્સ ઑફ’ને હૉસ્ટ કરીને ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરવાનો છે. તે સ્પર્ધકોનો ગુરુ પણ બનવાનો છે. શોમાં બે ટીમ હશે. એમાં બન્ને ટીમ એક બીજાને ચેલેન્જ આપશે. શનિવારે આ શોને ફ્લિપકાર્ટ એપ પર લૉન્ચ કરવામાં આવશે. શો વિશે ટેરેન્સે કહ્યું હતું કે ‘શો ‘ધ ગ્રેટ ઇન્ડિયા ડાન્સ ઑફ’ દ્વારા હું હૉસ્ટિંગની સાથે જ સ્પર્ધકો સાથે ઇન્ટરએક્ટ કરવાનો છું. આ શો મારફતે વિડિયો પ્લેટફોર્મ પર મારી એન્ટ્રી થવાની છે. અત્યાર સુધી મેં જે પણ શો કર્યા છે એની સરખામણીએ આ એક પડકારરૂપ છે અને મને પડકાર પસંદ છે. આ શો ટેલન્ટ અને ડાન્સને જ પ્રાથમિકતા આપશે. એમાં અન્ય શોની જેમ કોઈ ડ્રામા નહીં હોય. આજની ઑડિયન્સને શું જોઈએ છે એનાં પર ધ્યાન આપવામાં આવશે. મોબાઇલ ફોન પર ગ્રેટ અને જરૂરી કન્ટેન્ટ પિરસવામાં આવશે. હું ખૂબ ખુશ છું કે મને આ તક મળી છે. આ અનોખા શોમાં જોડાઈને હું ખૂબ ખુશ છું.’

entertainment news television news indian television terence lewis