રામાયણનાં રામ અરુણ ગોવિલને છે આ વાતનું દુઃખ, કઇ સરકાર સાંભળશે?

27 April, 2020 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રામાયણનાં રામ અરુણ ગોવિલને છે આ વાતનું દુઃખ, કઇ સરકાર સાંભળશે?

રામાનંદ સાગરની રામાયણમાં રામની ભૂમિકા ભજવીને દરેકના હૃદયમાં વિશેષ સ્થાન બનાવનાર અભિનેતા અરૂણ ગોવિલ ફરી એકવાર ચર્ચામાં છે.

રામાનંદ સાગરની રામાયણમાં રામની ભૂમિકા ભજવીને દરેકના હૃદયમાં વિશેષ સ્થાન બનાવનાર અભિનેતા અરૂણ ગોવિલ ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં જ અરુણ ગોવિલે એવોર્ડ ન મળવા અંગે સોશ્યલ મીડિયા પર એક સવાલનો જવાબ આપ્યો હતો. આ પછી, સોમવાર સવારથી જ #AwardforRamayanએ ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. 

આ પણ વાંચો Arun Govil: રામ તરીકે થયા હતા રિજેક્ટ, ઘરમાં છે અન્ય અભિનેતા, સિગરેટની હતી ટેવ

તાજેતરમાં જ અરુણ ગોવિલે ટ્વિટર પર કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. એક ફેને પૂછ્યું કે, 'અભિનયની દુનિયામાં તમારું યોગદાન આશ્ચર્યજનક છે, ખાસ કરીને રામાયણમાં, પણ તમને રામાયણ માટે કોઈ એવોર્ડ મળ્યો નથી ...?'. આ સવાલના જવાબમાં અરુણ ગોવિલે કહ્યું હતું કે 'કોઈ પણ સરકારે મને એવું કોઇ સન્માન નથી આપ્યું, પછી ભલે તે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર. હું ઉત્તર પ્રદેશનો છું, પણ ત્યાંની સરકારે મને આજદિન સુધી કોઈ સન્માન આપ્યું નથી અને હું પચાસ વર્ષથી મુંબઈમાં રહ્યો છું, પરંતુ મહારાષ્ટ્ર સરકારે કોઈ સન્માન આપ્યું નથી. અરુણ ગોવિલના આ નિવેદન પછીથી #AwardforRamayan એ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. 

આ પછી, અરુણ ગોવિલે એક ટ્વીટમાં લખ્યું, 'મારો હેતુ સવાલનો જવાબ આપવાનો હતો. કોઈ એવોર્ડ મેળવવાની ઇચ્છા તેમાં નહોતી સમાયેલી. તેમ છતાં રાજ્ય સન્માનનું પોતાનું અસ્તિત્વ છે, પરંતુ પ્રેક્ષકોના પ્રેમથી મોટો કોઈ એવોર્ડ નથી કે જે મને ભરપૂર મળ્યો છે. તમારા અનંત પ્રેમ માટે આભાર. નોંધપાત્ર વાત એ છે કે લૉકડાઉનને કારણે રામાયણ ફરીથી દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી રહ્યું છે.

આવી સ્થિતિમાં આ કાર્યક્રમને ફરી એકવાર પ્રેક્ષકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. દરરોજ સોશ્યલ મીડિયા પર તમને રામાયણ વિશેની પોસ્ટ્સ જ જોવા મળે છે, પરંતુ તે જ સમયે, ટીઆરપી દૂરદર્શન અને રામાયણની લોકપ્રિયતા પણ જોઈ રહી છે. જૂના કાર્યક્રમોની સાથે દૂરદર્શનનો સુવર્ણ સમય પણ પાછો ફર્યો છે.

ramayan doordarshan television news indian television