TMKOC: નવરાત્રિના નવ દિવસના ઉપવાસ બાદ જેઠાલાલે માણી જલેબી-ફાફડાની મજા

26 October, 2020 06:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

TMKOC: નવરાત્રિના નવ દિવસના ઉપવાસ બાદ જેઠાલાલે માણી જલેબી-ફાફડાની મજા

જેઠાલાલ

આખા વિશ્વમાં કોરોના વાઈરસે આતંક ફેલાવી દીધો છે, ત્યારે 4 મહિનાથી ચાલી રહેલા લૉકડાઉન બાદ થોડા સમયથી સરકારે એમાં થોડી છૂટછાટ આપી છે અને ધીમે ધીમે બધું અનલૉક થતું જોવા મળી રહ્યું છે, ત્યારે ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દેશના અન્ય રાજ્યોની જેમ ગોકુલધામ સોસાયટી પણ લૉકડાઉનના આદેશોનું પાલન કરી રહી છે. તારક મહેતા... શૉ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે હાલ આ શૉએ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. હાલ ગોકુલધામવાસીઓ નવરાત્રિની જોરદાર તૈયારી કરી રહ્યા છે. સોસાયટીમાં નવરાત્રિની ધૂમ જોવા મળશે. આ બધાની વચ્ચે જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની સોશિયલ મીડિયા પર તસવીર ઝડપથી વાઈરલ થઈ રહી છે, આ તસવીરમાં તેઓ દશેરાના પર્વ નિમિત્તે જલેબી-ફાફડાની લુફ્ત ઉઠાવતા જોવા મળી રહ્યા છે.

તારક મહેતા.. સીરિયલમાં દરેક પાત્ર દર્શકો વચ્ચે એકદમ લોકપ્રિય છે. શૉના ચાહકો તેમના મનપસંદ કલાકારોના અંગત જીવન વિશે પણ જાણવા માટે ઉત્સુક છે. હાલ જેઠાલાલનો રોલ ભજવનારા એક્ટર દિલીપ જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શૅર કરી છે.

હકીકતમાં, દિલીપ જોશીએ નવરાત્રિમાં નવ દિવસના ઉપવાસ કર્યા હતા. દુર્ગાપૂજા કર્યા પછી તેણે જલેબી અને ફાફડા ખાધા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં જેઠાલાલ જબેલી અને ફાફડાના શોખીન છે અને શૉમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે.

તસવીર શૅર કરતા દિલીપ જોશીએ કેપ્શનમાં લખ્યું છે, નવ દિવસના ઉપવાસ પછી જલેબી-ફાફડા ખાવાનો આનંદ અનોખો છે. એ હાલો જયાફત ઉડાવવા! જણાવી દઈએ કે ગુજરાતમાં દશેરાના દિવસે જલેબી ફાફડા ખાવાની પરંપરા છે. ઘણા લોકો આ દિવસે જલેબી ફાફડાનું વિતરણ પણ કરે છે.

ભલે જ દિલીપ જોશીએ જલેબી ફાફડા સાથે તસવીર શૅર કરી હોય પરંતુ તેમને સીરિયલમાં ભાગ્યે જ જલેબી ફાફડા ખાવા મળે છે. ઘણી વાર તો બાપુજી જેઠાલાલ પર જલેબી ફાફડા માટે ગુસ્સે થાય છે. ક્યારેક તો તારક મહેતા શૉના કોઈ અન્ય સદસ્ય આવીને જલેબી ફાફ્ડા ખાઈ લે છે.

આ પણ વાંચો : એ હાલો... તો આવી રીતે ઉજવાશે 'તારક મહેતા'માં નવરાત્રિ ઉત્સવ, થઈ જાઓ તૈયાર

દિલીપ જોશીએ આ તસવીર પર શૉના નિર્દેશક માલવ રાજડાએ કમેન્ટ કર્યું છે- 'તમે વાસ્તવિક જીવનમાં પણ તારક મહેતાના જેઠાલાલ બની ગયા છો. ખુશ રહો. હેપ્પી દશેરા.

તેમ જ એક્ટ્રેસ ડેલનાઝ ઈરાનીએ કમેન્ટ કરી છે અને લખ્યું છે- શેરિંગ ઈઝ કેરિંગ સુના હૈ?. દિલીપ જોશીએ આગળ સ્માઈલીની ઈમોજી બનાવીને મોકલી છે.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

taarak mehta ka ooltah chashmah dilip joshi entertainment news indian television television news tv show