TMKOC: જેઠાલાલના ઘરે ગણપતિ બાપ્પા બિરાજમાન, આવી રીતે કરી ઉજવણી

22 August, 2020 08:54 PM IST  |  Mumbai | Sheetal Patel

TMKOC: જેઠાલાલના ઘરે ગણપતિ બાપ્પા બિરાજમાન, આવી રીતે કરી ઉજવણી

દિલીપ જોશી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ લોકપ્રિય સીરિયલના ફૅમસ એક્ટર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલને કોણ ઓળખતું નથી? 12 વર્ષ સુધી દિલીપ જોશી આ સીરિયલ માટે કામ કરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરતા આવ્યા છે. સાથે જ આ સીરિયલના બધા કલાકારોએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. હાલ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ જેઠાલાલ ઈન્સ્ટાગ્રામ પર પોતે હાજરાહજુર છે.

જેઠાલાલે હાલ ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે પોતાના ઘરમાં બિરાજમાન ગણપતિ બાપ્પાની એક ઝલક સોશિયલ મીડિયા પર શૅર કરી છે. અભિનેતાએ તેની ગણેશ ચતુર્થી ઉજવણીની તસવીરો શેર કરી અને બધાને સ્વસ્થ અને સુરક્ષિત રાખે એવી પ્રાર્થના કરી છે.

આ તસવીરમાં પીચ કલરના કુર્તામાં સજેલા જેઠાલાલ બે હાથ જોડીને ગણપતિ બાપ્પાના દર્શન કરી રહ્યા છે. સાથે એમણે કેપ્શનમાં લખ્યું છે, 'પ્રણમ્ય શિરસા દેવં અને ગૌરીપુત્રમ વિનાયકમ। ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા. મને અપેક્ષા છે કે આ વર્ષે દરેક લોકો ઘરે સુરક્ષિત રીતે ઉજવણી કરી રહ્યા છે અને ગણપતિ બાપ્પાને આ રોગચાળાને દૂર કરવામાં મદદ કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે.'

દિલીપ જોશીના સહ-કલાકાર મંદાર ચાંદવાડકર ઉર્ફે આત્મારામ તુકારામ ભીડેએ પણ પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું જોરદાર સ્વાગત કર્યું છે. એમણે પણ બાપ્પાના ઉજવણીની ઝલક આપી અને સાથે લખ્યું, ગણપતિ બાપ્પા મોર્યા... આખરે બાપ્પા ઘણી બધી પોઝિટિવિટી અને આશીર્વાદ સાથે પહોંચ્યા... આપ સૌને સ્વસ્થ અને સલામત ગણેશ ચતુર્થીની શુભેચ્છા.

સાથે જ મંદાર ચાંદવાડકર ઉર્ફે આત્મારામ તુકારામ ભીડેએ કાલે પણ ગણપતિ બાપ્પાની એક તસવીર શૅર કરી હતી, જે વર્ષ 2018ની છે ત્યારે તેઓ ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવ્યા હતા. આ ગણપતિ મૂર્તિ વિશે રસપ્રદ વાત એ છે કે તે ગોકુલધામ સોસાયટી પર આધારિત હતી. ગણપતિ બાપ્પાની મૂર્તિ ગોકુલધામ સોસાયટીના પૃષ્ઠભૂમિમાં મૂકવામાં આવી હતી, જ્યાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ રહેવાસીઓ રહે છે. ગોકુલધામ સોસાયટીના કમ્પાઉન્ડમાં બાપ્પા બિરાજમાન થયા છે.

taarak mehta ka ooltah chashmah dilip joshi entertainment news television news tv show