જ્યારે તારક મેહતા શૉ સૌથી વધારે છવાયો ચર્ચામાં, આ હતા કારણો...

04 January, 2021 07:03 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જ્યારે તારક મેહતા શૉ સૌથી વધારે છવાયો ચર્ચામાં, આ હતા કારણો...

તસવીર સૌજન્ય જાગરણ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પર સૌથી વધારે સમયથી ચાલતો શૉમાંનો એક રહ્યો છે. આ ટીઆપી ચાર્ટમાં પણ મોટા ભાગે ટૉપ 5માં સામેલ રહે છે. ટીવી શૉ તારક મેહતા નાના પડદાનો એકમાત્ર એવો શૉ છે જેમ કે ઑડિયન્સની ટીકાનો પણ સામનો નથી કરવો પડ્યો. સીરિયલના પહેલા એપિસોડથી આ શૉ સરાહનીય છે. એટલું જ નહીં વર્ષ 2020માં સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ એક નવું અચીવમેન્ટ મેળવ્યું છે. યાહૂની વર્ષ 2020ની લિસ્ટમાં તારક મેહતા સૌથી વધારે સર્ચ કરવામાં આવેલો ટીવી શૉ બન્યો છે. યાહૂની સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ફિલ્મો અને ટીવી શૉની વાર્ષિક લિસ્ટ જાહેર થઈ હતી જેમાં ધ કપિલ શર્મા શૉ, રામાયણ અને મહાભારતને પાછળ મૂકીને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉ ટૉપ પર રહ્યો. જો કે, અત્યાર સુધી કેટલીક વાર એવું બન્યું કે તારક મેહતા સીરિયલ અને તેની કાસ્ટને લઈને શૉ ઘણીવાર ચર્ચામાં રહ્યો. આમાં કેટલીક સારી અને કેટલીક ખરાબ ઘટનાઓ સામેલ છે. તો જાણીએ તે ઘટનાઓ વિશે..

તારક મેહતા સ્ટાર સમય શાહ પર થયો હુમલો
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બલવિંદર સિંહ રોશન સિંહ સોઢીના દીકરા ગોગી ઉર્ફે ગુરુચરણ સિં સોઢીના નામે જાણીતા અભિનેતા સમય શાહ પર તેમની બિલ્ડિંગની બહાર ગુંડાઓએ હુમલો કર્યો. રિપૉર્ટ્સ પરથી ખબર પડે છે કે અભિનેતાને હુમલામાં જીવનું જોખમ હતું અને અજાણ્યા છોકરાઓના ગ્રુપે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. અભિનેતાની મમ્મીએ જણાવ્યું કે આ પહેલા પણ તેના પર હુમલો થઈ ચૂક્યો છે. તેણે પોતે જોયું કે છોકરાઓ સમયને નુકસાન પહોંચાડવા માટે તેની બિલ્ડિંગ નજીક આવી પહોંચ્યા અને તેના પરિવાર વિરુદ્ધ અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો. અભિનેતાએ આ હુમલાની સીસીટીવી ફુટેજ પણ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.

તારક મેહતા રાઇટરે કર્યું સુસાઇડ
2020 ખૂબ જ જૂદું અને દુઃખદ ઘટનાઓથી ભરેલું વર્ષ રહ્યું. કામ બંધ થવાથી અનેક કલાકાર બેરોજગાર થઈ ગયા અને કેટલાકે તો સુસાઇડ કરી લીધું. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના લેખક અભિષેક મકવાણાએ ડિસેમ્બરમાં આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યું કે, લેખકે પોતાની સુસાઇડ નોટમાં 'નાણાંકીય મુશ્કેલીઓ'નો ઉલ્લેખ કર્યો. બીજી તરફ અભિષેકના પરિવારે હવે આરોપ મૂક્યો કે મૃતક બ્લેકમેઇલ અને સાઇબર દગાખોરીનો શિકાર હતો.

અંબિકા રંજનકરે ટ્રોલરને શીખવ્યો સબક
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં અંબિકા રંજનકર કોમલ ભાભીનું પાત્ર ભજવે છે. તાજેતરમાં જ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. પણ આ વાતથી પરેશાન થઈને અભિનેત્રી ચુપ ન રહી, પણ ટ્રોલ કરનાર યૂઝરને તેણે જડબાતોડ જવાબ આપ્યો. એક યૂઝરે અભિનેત્રીની તસવીર પર કોમેન્ટ કરતા લખ્યું, "જા મર જા રે ચુલ્લૂ ભર પાની મેં". આના પર અંબિકાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તે યૂઝરનો સ્ક્રીનશૉટ શૅર કર્યો. તેણે લખ્યું, હું તમને નવા વર્ષની શુભેચ્છાઓ આપું છું અને દવાની પણ. વર્ષના પહેલા દિવસે કોઇને આટલી બધી કડવાશથી વધામણી આપવી? હું માત્ર કલ્પના જ કરી શકું છું કે તમે કેટલી પીડામાં હશો. આશા રાખું છું કે તમારા મિત્રો આ પોસ્ટ ન જોઇ શકે. અંબિકાની આ પોસ્ટ પર તારક મેહતાના સ્ટાર્સે પણ તેમનો સપોર્ટ કર્યો.

12 વર્ષમાં પૂરા કર્યા 3 હજાર એપિસોડ્સ
જાણીતા કૉમેડી શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. આ શૉ પહેલી વાર 28 જુલાઇ 2008ના શરૂ થયો હતો અને ત્યારથી અત્યાર સુધી આ શૉ દર્શકોના ગમતા શૉમાંનો એક છે. શૉના 2020માં 3 હજાર એપિસોડ્સ પૂરા થઈ ગયા. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સિતારાઓએ આનો ઉત્સવ ઉજવ્યો. આ અવસરે જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી ભાવુક થઈ ગયા અને તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી પોતાના પાત્ર સાથે વિતાવેલા અનુભવો વિશે વાત કરી.

બે કલાકારોએ છોડ્યો શૉ
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શૉના બે કલાકાર ગુરુચરણ સિંહ અને નેહા મેહતાના સીરિયલ છોડી દેવાના સમાચાર ખૂબ જ ચર્ચામાં રહ્યા. બન્નેનાં શૉ છોડવાના પોતપોતાના જુદાં કારણો હતા. જો કે, રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે કારણ ક્યાંક ને ક્યાંક મેકર્સ અને પ્રૉડક્શન હાઉસ સાથે મતભેદને લઈને જ હતું. પછી ગુરુચરણ સિંહની જગ્યા ટીવી એક્ટર બલવિંદર સિંહ સૂરી અને અભિનેત્રી નેહા મેહતાની જગ્યા સુનૈના ફોજદારે લીધી.

દયાબેનનું કમબૅક
તારક મેહતાના દર્શકો આતુરતાથી દયાબેનના કમબૅકની રાહ જોઇ રહ્યા છે. દિશા વર્ષ 2017માં મેટરનિટી લીવ પર ગઈ પણ 4 વર્ષ થઈ ગયા પછી પણ અત્યાર સુધી તે શૉમાં પાછી આવી નથી. દિશાને લઈને 2020માં ઘણીવાર અટકળો લગાવાઇ તે શૉમાં ટૂંક સમયમાં જ કમબૅક કરી શકે છે પણ એવું થયું નહીં. દિશાના કમબૅકને લઈને નવરાત્રીને સમયે અટકળોએ ખૂબ જ વેગ પકડ્યો હતો અને મેકર્સ આને લઈને ચર્ચા પણ કરતા રહ્યા. ગિશા પાછી તો આવી પણ ફક્ત કેમિયો માટે. તેણે શૉમાં સંપૂર્ણ રીતે કમબૅક કર્યું નથી.

તારક મેહતા શૉના પ્રૉડ્યૂસર આસિત મોદીનો થયો કોરોના
વર્ષ 2020માં કોરાનાને કારણે ઘણાંય ટીવી શૉઝનું શૂટિંગ અટકાવી દેવાયું, અમુક સમય પછી જ્યારે સેટ પર સિતારાઓએ કમબૅક કર્યું, ત્યારે કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત પણ થયા. નવેમ્બર 2020માં તારક મેહતાના પ્રૉડ્યૂસર આસિત મોદીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો. આ સમાચારે બધાંને ચોંકાવી દીધા. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આસિત કુમાર મોદીએ પોતે આ માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું હતું, 'Covid-19ના કેટલાક લક્ષણો પછી, મેં મારો ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પૉઝિટીવ આવ્યો. મેં મને આઇસોલેટ કરી લીધો છે. મારી રિક્વેસ્ટ છે કે જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તે સાવચેક રહે અને પ્રૉટોકૉલનું પાલન કરે. તમે મારી ચિંતા ન કરો. તમારા પ્રેમ, પ્રાર્થનાઓ અને આશીર્વાદથી હું સ્વસ્થ છું. અને જલ્દી સ્વસ્થ થઈ જઈશ.'

indian television television news taarak mehta ka ooltah chashmah entertainment news