સાબરમતી આશ્રમમાં શૂટિંગ કરવા પહોંચી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટીમ

27 September, 2019 08:53 AM IST  |  અમદાવાદ

સાબરમતી આશ્રમમાં શૂટિંગ કરવા પહોંચી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટીમ

સાબરમતી આશ્રમમાં શૂટિંગ કરવા પહોંચી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટીમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિચારોને ટીવી-સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ દ્વારા નાગરિકો સુધી પહોંચાડવા માટે ગઈ કાલે અમદાવાદસ્થિત ગાંધીબાપુના સાબરમતી આશ્રમમાં શૂટિંગ કરવા આવેલા આ સિરિયલના સર્જક અને નિર્માતા આસિતકુમાર અને કલાકારોની ટીમ પહોંચ્યા હતા. તેમણે આશ્રમમાં હૃદયકુંજ, સાબરમતી ઘાટ, વિનોબાકુટીર, રસોઈઘર, પ્રાર્થનાસ્થળ સહિતનાં આશ્રમનાં જુદાં-જુદાં સ્થળોએ શૂટિંગ કરીને ગાંધીબાપુના આશ્રમને દેશવિદેશના દર્શકો સુધી લઈ જવા માટે સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. બીજી ઑક્ટોબરે આ વિશેષ એપિસોડ રજૂ કરાશે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ સાબરમતી આશ્રમમાં ચાલતું હોવાથી ભારે ભીડ એકઠી થઈ હતી ત્યારે આ સિરિયલમાં શિક્ષક ભિડેનો રોલ અદા કરતા કલાકાર મંદાર ચાંદવડકરે આ ભીડને કન્ટ્રોલ કરવા કવાયત કરી હતી.

taarak mehta ka ooltah chashmah television news