TMKOC: ચર્ચામાં છે બબીતાજીની આ તસવીર, સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો

22 January, 2021 06:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

TMKOC: ચર્ચામાં છે બબીતાજીની આ તસવીર, સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો

મુનમુન દત્તા

સબ ટીવીનો સૌથી ચર્ચિત અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ મુનમુન દત્તા પોતાના બોલ્ડ ફોટોઝના કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસનો આ અંદાજ તેના ફૅન્સને ઘણો પસંદ આવે છે. તાજેતરમાં એક્ટ્રેસ મુનમુન દત્તાએ પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શૅર કરી હતી. ત્યાર બાદથી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ રહી છે.

તસવીરોમાં એક્ટ્રેસ ગોલ્ડન કલરની ડ્રેસમાં નજર આવી રહી છે. તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોને તેના ફૅન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ તસવીરોને અત્યાર સુધી 40 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે મુનમુન દત્તાએ ટીવી શૉમાં આવવા પહેલા મૉડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પૂણેના એક ફૅશન શૉમાં સફળતા મળ્યા બાદ તે વર્ષ 2004માં મુંબઈ આવી. બાદ તેણે ઝી ટીવીનો શૉ 'હમ સબ બારાતી'માં 'મીઠી'નો રોલ પ્લે કરીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બાદ તે વર્ષ 2008માં સબ ટીવીનો શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાઈ હતી. બાદ તે ઘર-ઘરમાં પ્રખ્યાત બની ગઈ.

મુનમુન દત્તા બૉલીવુડમાં પણ પોતાનો જલવો વિખેરી ચૂકી છે. તેણે ફિલ્મ મુંબઈ એક્સપ્રેસમાં અભિનેત્રી મનીષા કોઈરાલા સાથે કામ કર્યું હતું. બાદ તેણે પૂજા ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ હૉલીડેમાં ડીનો મારિયા અને ગુલશન ગ્રોવર સાથે કામ કર્યું છે. તેમના અંગજ જીવન વિશે વાત કરીએ તો મુનમુન દત્તા બૉલીવુડ એક્ટર અરમાન કોહલીને ડેટ કરી ચૂકી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સની માનીએ તો મુનમુન અને અરમાન વર્ષ 2008માં એકબીજા સાથે ઘણા ક્લોઝ આવી ગયા હતા. પરંતુ એક્ટરના ગેરવર્તણૂકના કારણે બન્નેનો સંબંધ તૂટી ગયો હતો.

કેટલાક મીડિયા રિપોર્ટ્સની માનીએ તો વેલેન્ટાઈન્સ ડે પર અરમાન અને મુનમુન દત્તાનો ઝઘડો થઈ ગયો હતો અને આ સમય દરમિયાન અરમાન કોહલીએ મુનમુન સાથે હાથાપાઈ કરી હતી. બાદ અભિનેત્રી મુનમુને અરમાન કોહલી વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદ તેને માફી માંગવી પડી અને દંડ ભરવો પડ્યો હતો.

taarak mehta ka ooltah chashmah dilip joshi indian television television news tv show entertainment news