'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉના પ્રોડ્યુસર આસિત મોદીએ કહ્યું Thank You

29 July, 2019 04:42 PM IST  |  મુંબઈ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉના પ્રોડ્યુસર આસિત મોદીએ કહ્યું Thank You

આસિત મોદી

ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શોમાંના એક એવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 11 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા 11 વર્ષથી આ શો લોકોને હસાવી રહ્યો છે. અને શોના દર્શકો વધી રહ્યા છે. ત્યારે સફળતાપૂર્વ 11 વર્ષ પૂરા કરવા બદલ શોના નિર્માતા આસિત મોદીએ દર્શકોનો આભાર માન્યો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના પ્રોડ્યુસર આસિત મોદીએ ટ્વિટ કરીને દર્શકોનો આભાર માન્યો છે.

આસિત મોદીએ ટ્વિટમાં લખ્યું છે,'થેન્ક યુ. આભાર દર્શકોનો. તમે અમને ખૂબ જ પ્રેમ આપ્યો. તમારા પ્રેમ માટે આભા. ઈશ્વરના આશીર્વાતથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 28 જુલાઈ 2019ના રોજ 11 વર્ષ પૂરા કરીને 12મા વર્ષાં પ્રવેશી રહ્યો છે. તમારો પ્રેમ જાળવી રાખજો, અમે તમારા ચહેરા પર હાસ્ય અને ખુશીઓ લાવતા રહીશું.'

ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો એ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક સ્વર્ગસ્ત તારક મહેતાની લોકપ્રિય કૉલમ 'દુનિયાને ઉંધા ચશ્મા' પર આધારિત છે. એક ચર્ચા એવી પણ છે કે આસિત મોદી લાંબા સમયથી આ કૉલમ પર આધારિત શો બનાવવા ઈચ્છતા હતા. પરંતુ કોઈ ચેનલ તેમને તક નહોતી આપતી. આખરે સબ ટીવીએ આ શો માટે હા પાડી અને પછી જે થયું તે ઈતિહાસ છે. આ શોએ સબ ટીવીને પણ સુપરડુપર હિટ કરી દીધું છે. સાથે જ શોના તમામ એક્ટર્સ પણ સ્ટાર બની ચૂક્યા છે.

taarak mehta ka ooltah chashmah television news