TMKOC: બબીતાજીને શખ્સે પૂછ્યો એવો પ્રશ્ન કે એક્ટ્રેસનું ઊકળી ઊઠ્યું લોહી

19 September, 2022 08:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Taarak Mehta Ka Ooltah Chashmah: ફેમસ સિટકૉમ `તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)નાં બબીતાજી એટલે કે એક્ટ્રેસ મુનમુન દત્તા સાથે સોશિયલ મીડિયા પર એક શખ્સે ખૂબ જ ખરાબ વાત કરી.

મુનમુન દત્તા (તસવીર સૌજન્ય- ઇન્સ્ટાગ્રામ)

Taarak Mehta Ka Ooltah Chashmah: ફેમસ સિટકૉમ `તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)નાં બબીતાજી એટલે કે એક્ટ્રેસ મુનમુન દત્તા સાથે સોશિયલ મીડિયા પર એક શખ્સે ખૂબ જ ખરાબ વાત કરી.

છેલ્લા 14 વર્ષથી લોકોના મન પર રાજ કરનાર સિટકૉમ `તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)ના દરેક પાત્ર આજે ખૂબ જ લોકપ્રિય થઈ ચૂક્યાં છે. પણ શૉના બબીતાજી એટલે કે એક્ટ્રેસ મુનમુન દત્તા (Munmun Dutta)ની તો વાત જ જુદી છે. મુનમુન જેટલું શૉને લાઇવલી બનાવે છે તેટલી જ તે રિયલ લાઇફમાં પણ દર્શકો સાથે કનેક્શન જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પણ ઘણીવાર એક્ટ્રેસની સાદગી જોઈને લોકો પોતાની હદ ભૂલી જતા હોય છે. કંઇક એવું જ થયું જ્યારે એક શખ્સે સોશિયલ મીડિયા પર મુનમુન દત્તાને ખૂબ જ ખરાબ પ્રશ્ન પૂછ્યો છે. પણ કદાચ તે યૂઝરે પણ નહીં વિચાર્યું કે એક્ટ્રેસ તેને આવો આકરો જવાબ આપશે.

યૂઝરે કરી દીધી આટલી ઓછી હરકત

એક્ટ્રેસ મુનમુન દત્તા (Munmun Dutta) એટલી જાણીતી છે કે તેમની દરેક તસવીર અને વીડિયો વાયરલ થઈ જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે તેમના કોમેન્ટ બૉક્સમાં વખાણ કરનારાની લાઈન લાગેલી હોય છે. પણ કેટલાક અસામાજિક તત્વો પણ અહીં ખરાબ કોમેન્ટ્સ કરવાનું પણ ચૂકતાં નથી. આવું જ તેમની એક પોસ્ટ સાથે થયું છે, જ્યારે તેમણે ટ્રેડિશનલ અંદાજમાં એક તસવીર શૅર કરી. આ તસવીરને લાખો લોકોએ લાઈક કરી છે પણ ત્યાં જ એક શખ્સે પોતાની હદ પાર કરતા તેમને એક રાતની કિંમત પૂછી લીધી.

મુનમુને આપ્યો આવો જવાબ

એવામાં ઘણીવાર આપણે જોઈએ છીએ કે સેલેબ્સ ચૂપ રહી જાય છે અને ટ્રોલ કે ગેરવર્તન કરનારાને ઇગ્નોર કરી દે છે. પણ આ વખતે એક્ટ્રેસને એટલો ગુસ્સો આવ્યો કે તે કન્ટ્રોલ કરી શકી નહીં. તેમને આ ગેરવર્તન સહેજ પણ ગમ્યું નહીં અને તેમણે એ જ ભાષામાં જડબાંતોડ જવાબ આપ્યો.

આ પણ વાંચો : TMKOC: સચિન શ્રોફ ઉર્ફ નવા તારક મહેતા માટે આ છે સૌથી મોટી ચેલેન્જ, અંજલીએ કર્યો ખુલાસો

શું છે શૉની સ્ટોરી

જણાવવાનું કે `તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા` ભારતીય ટેલીવિઝન ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારા ટીવી શૉમાંનો એક છે. શૉ છેલ્લા 14 વર્ષથી સતત ટેલીકાસ્ટ થઈ રહ્યો છે. આ ગોકુળધામ સોસાઇટીમાં રહેતા પરિવારોની સ્ટોરી છે. આ ગોકુળધામ સોસાઇટીમાં રહેનારા પરિવારોની સ્ટોરી છે. જેમાં ભારતની વિવિધતા અને એકતા જોવા મળે છે.

television news indian television entertainment news taarak mehta ka ooltah chashmah