TMKOC: માસ્ટર ભીડેની સોનૂ કોને કહીં રહી છે ફાલતૂ, ફૅન્સને આપી આ ચેતવણી

23 September, 2020 07:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

TMKOC: માસ્ટર ભીડેની સોનૂ કોને કહીં રહી છે ફાલતૂ, ફૅન્સને આપી આ ચેતવણી

પલક સિધવાની

નાના પડદાનો સૌથી પ્રખ્યાત અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ દર્શકોનો 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક જગ્યા બનાવી લીધી છે. આ શૉની ખાસ વાત એ છે કે શૉના બધા કલાકારોની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. શૉમાં જેઠાલાલ અને દયાબેનના પાત્રએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. તારક મહેતા શૉમાં સોનૂ ભીડેનો રોલ ભજવનારી એક્ટ્રેસ પલક સિધવાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પલક ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફૅમસ છે. પલક ઈન્સ્ટાગ્રામ પર હંમેશા કોઈને કોઈ પોસ્ટ અથવા વીડિયો શૅર કરતી રહે છે અને ફૅન્સનું મનોરંજન કરતી રહે છે. હાલ પલક સિધવાનીનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો છે. પલક સિધવાની સોશિયલ મીડિયા પર એટલી લોકપ્રિય છે કે સોશિયલ મીડિયા પર એના નામથી ઘણા મીમ્સ પણ વાઈરલ થઈ જાય છે.

આ બધાની વચ્ચે પલકને એના ફોટોનો ઉપયોગ મીમ્સ તરીકે વાપરનાર પર ઘણું ખોટું લાગ્યું છે અને આવું કરનારને ચેતવણી પર આપી દીધી છે. પલક સિધવાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શૅર કરતા મીમ્સ શૅર કરનાર વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી છે અને લખ્યું છે, બધા મીમ્સ અને ફાલતૂ પેજિસ.. હું તમને બધાને ચેતવણી આપી રહી છું કે મારી તસવીરનો ઉપયોગ કરવાનું બંધ કરી દો. મારી તસવીરોને ક્રોપ કરવાનું બંધ કરી દો. મારા વિશે અભદ્ધ ટિપ્પણી લખવાનું બંધ કરી દો. દુનિયામાં પહેલેથી જ આટલું ચાલી રહ્યું છે, તો નફરત ફેલાવાનું બંધ કરી દો.

પલકે આગળ લખ્યું છે, જો તમે મને પસંદ નથી કરતા, તો મને ફૉલો કરવાનું બંધ કરી દો. આ સીધી અને સરળ વાત છે. પરંતુ તમને મારૂં અપમાન અને મારા વિશે બકવાસ ફેલાવવાનો કોઈ અધિકાર નથી. જો હવે મને એવી કોઈ પણ પોસ્ટ વિશે ખબર પડી, જે મારી ગરિમાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે અથવા મારી માનસિક શાંતિને નષ્ટ કરી રહ્યું છે તો હું કસમ ખાઉં છું કે એવા લોકોને એના ગંભીર પરિણામ ભોગવવા પડશે. મને એવી કોઈ પણ કાર્યવાહી કરવા માટે મજબૂર નહીં કરો, જેથી તમારા પૅજને નુકસાન પહોંચે. કાન ખોલીને સાંભળી લો હંમેશા માટે એને રોકી દો.

જણાવી દઈએ કે પલક સિધવાનીએ સોનૂ ભીડેનો રોલ ભજવીને ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. પલકે 2018માં પોતાના કૉલેજમાં મૉડલિંગ સ્પર્ધા જીતી હતી, જેના બાદ તેણે ધ બાર નામની શૉર્ટ ફિલ્મમાં કામ કર્યું છે. એટલું જ નહીં પલકે અમૂલ માટે પણ કામ કર્યું છે. પલક રોનિત રૉય અને ટિસ્કા ચોપડાની લીડ રોલવાળી વેબ-સીરીઝ હોસ્ટેજમાં પણ નજર આવી ચૂકી છે.

taarak mehta ka ooltah chashmah indian television television news tv show entertainment news dilip joshi