TMKOC: લૉકડાઉનમાં વધ્યું ફ્રસ્ટ્રેશન તો અંજલિ બની તારકના ગુસ્સાનો શિકાર

17 October, 2020 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

TMKOC: લૉકડાઉનમાં વધ્યું ફ્રસ્ટ્રેશન તો અંજલિ બની તારકના ગુસ્સાનો શિકાર

અંજલિ મેહતા પર ગુસ્સે ભરાયા તારક મેહતા

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka Ooltah Chashmah)માં હાલ લૉકડાઉન (Lockdown)દરમિયાનનો ફેસ બતાવવામાં આવી રહ્યો છે. કોરોનાવાયરસ (Coronavirus)ને કારણે આખા દેશમાં લૉકડાઉન (Lockdown) લાગૂ છે. આ લૉકડાઉનને કારણે બધાં લોકો ઘરે રહેવા માટે મજબૂર છે. આ કારણે બધાં ફ્રસ્ટ્રેટ થઈ રહ્યા છે. શૉમાં બતાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે ગોકુલધામવાસી પરેશાન થઈ રહ્યા છે. બધાના ચહેરા પરથી આનંદ ગાયબ થઈ ગયો છે.

જેઠાલાલ, તારક મેહતા, આત્મારામ ભિડે, રોશન સિંહ સોઢી, કોમલ હાથી બધાં લોકો ખૂબ જ પરેશાન છે. કામ-કાજ બંધ હોવાને કારણે જેઠાલાલને ખૂબ જ નુકશાન વેઠવું પડી રહ્યું છે. આ કારણે બાપુજી (ચંપકલાલ)ની સામે પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. ચંપકલાલ જેઠાલાલને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ કોઇ ફાયદો થતો નથી.

ચિડચિડિયા થયા તારક મેહતા
જેઠાલાલને પરેશાન જોઇ ચંપકલાલ સોસાઇટીમાં બધાને ફોન કરીને તેમની સ્થિતિ જાણે છે. તે અંજલિ મેહતાને ફોન કરે છે. તો અંજલિ જણાવે છે કે તારક મેહતા હાલ ખૂબ જ ચિડચિડિયા થઈ ગયા છે.

બૉસનો ગુસ્સો અંજલિ પર કાઢી રહ્યા છે તારક મેહતા
હકીકતે, તારક મેહતા લૉકડાઉનને કારણે ઘરેથી કામ કરી રહ્યા છે, અને વર્ક ફ્રોમ હોમને કારણે તેમનું કામ વધી ગયું છે. તો બૉસ પણ વારંવાર ફોન કરી કામ જણાવે છે. આથી તારક ખૂબ જ પરેશાન છે અને બધો ગુસ્સો અંજલિ પર કાઢી રહ્યા છે. અંજલિ તારકનો મૂડ સારો કરવાનો પ્રયત્ન કરે છે. અંજલિ કેન્ડલ લાઇટ ડિનર પણ પ્લાન કરે છે. પણ તારકનો મિજાજ ગરમ જ છે, અને તે અંજલિ પર ગુસ્સો કરે છે.

અંજલિની વાતો સાંભળીને ચંપકલાલ તેને સમજાવે છે કે બધું બરાબર થઈ જશે. તો કોમલ હાતી પણ ખૂબ જ પરેશાન છે. તે દીકરા ગોલીને દુઃખી છે.એપિસોડમાં બતાવવામાં આવશે તે કેવી રીતે ચંપકલાલ બધાંને આ ફ્રસ્ટ્રેશનમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.

taarak mehta ka ooltah chashmah television news entertainment news