TMKOC: બીએમસીએ ગોકુલધામ સોસાયટી કરી સીલ, ભીડે અને જેઠાલાલ થયા હેરાન

02 October, 2020 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

TMKOC: બીએમસીએ ગોકુલધામ સોસાયટી કરી સીલ, ભીડે અને જેઠાલાલ થયા હેરાન

ગોકુલધામ સોસાયટી સીલ

સબ ટીવીનો સૌથી ફૅમસ અને લોકપ્રિય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં આવનારા એપિસોડમાં તમને મોટું ટ્વિસ્ટ જોવા મળશે. આ શૉમાં અબ્દુલ કોરોના વાઈરસની ચપેટમાં આવી ગયો છે અને એનામાં વાઈરસના ઝેરી લક્ષ્ણો જોવા મળી રહ્યા છે. બાદ આખી ગોકુલધામ સોસાયટી સીલ કરવામાં આવશે. અબ્દુલનો ઉધરસ કરીને હાલ બેહાલ થઈ ગયો છે અને આ બીમારીના લીધે આખી સોસાયટીમાં દોડધામ મચી ગઈ છે.

તારક મહેતા શૉમાં અબ્દુલની ઑલ ઈન વન જનરલ સ્ટોર છે તે દરેકના ઘરે જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડે છે. તે બીમાર છે અને આ સમય દરમિયાન તે ઘણા લોકોના સંપર્કમાં આવે છે. તેની તબિયત અચાનક ખરાબ થઈ જાય છે અને ડૉક્ટર હાથી પણ તેની તપાસ કરે છે. તેને વધારે તાવ અને ઑક્સિજનનું પણ પ્રમાણ ઓછું છે. એના પર સોસાયટીવાસીઓ બીએમસીને જાણકારી આપે છે.

ગોકુલધામ સોસાયટીમાં કોરોના વાઈરસની એન્ટ્રીથી બધા ડરી જાય છે. જેઠાલાલ, ભીડે માસ્ટર બધા હેરાન થઈ જાય છે. ભીડે સોસાયટીનો ગેટ બંધ કરી દે છે, જેથી કોઈ પણ સોસાયટીના પરિસરમાં પ્રવેશ નહીં કરી શકે અથવા બહાર નહીં નીકળે. તેમ જ પીપીઈ કીટ પહેરીને બીએમસીની પૂરી ટીમ સોસાયટી પહોંચી જાય છે. આગામી એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓનું તાપમાન અને પલ્સ રેટ માટે તપાસવામાં આવશે.

હાલમાં જ પૂરા થયા 3000 એપિસોડ

સબ ટીવીનો પ્રખ્યાત અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર્સે હાલમાં જ 3000 એપિસોડ પૂરા થવા પર ઉજવણી કરી હતી. આ અવસરે જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી ભાવુક થઈ ગયા. આ શૉએ તાજેતરમાં 12 વર્ષ પૂરા કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક જગ્યા બનાવી લીધી છે. આ શૉની ખાસ વાત એ છે કે શૉના બધા કલાકારોની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. શૉમાં જેઠાલાલ અને દયાબેનના પાત્રએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. શૉમાંથી અંજલી ભાભીનો રોલ ભજવતી નેહા મહેતા અને રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહે આ શૉને બાય-બાય કહીં દીધું છે અને એમની જગ્યા પર સુનૈના ફોજદાર અને બલવિન્દર સિંહ સૂરીએ એન્ટ્રી મારી લીધી છે.

taarak mehta ka ooltah chashmah coronavirus covid19 lockdown entertainment news indian television television news tv show