તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ગોગીને મળ્યા 73 ટકા

29 May, 2019 10:40 AM IST  |  મુંબઈ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ગોગીને મળ્યા 73 ટકા

ગોગી

સોની ટીવી પર આવતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નામની પ્રખ્યાત સિરિયલમાં કામ કરતાં બોરીવલી-વેસ્ટમાં રહેતા અને સિરિયલમાં ગોગી નામે પ્રખ્યાત સમય શાહે ટ્વેલ્થમાં ખૂબ સારા માક્ર્સ મેળવ્યા છે. શૂટિંગમાં સતત વ્યસ્ત રહેતો ગોગી કાંદિવલીની ઠાકુર કૉલેજમાં ભણે છે.

રિઝલ્ટ બાદ સમય શાહે ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘શૂટિંગ સાથે અભ્યાસ કરવાની આદત જ પડી ગઈ છે. શૂટિંગ સાથે એકઝામ આપવાની હોય તો પ્રેશર રહે છે અને મારા કેસમાં આ પ્રેશર જ મને ભણવા પર વધુ કેન્દ્રિત કરાવે છે. પ્રેશર હોય તો જલદી ભણી પણ શકાય છે. મારી એકઝામ વખતે સિંગાપુરમાં શૂટિંગ ચાલી રહ્યું હોવાથી હું ત્યાં જઈ શક્યો નહોતો.

આ પણ વાંચો : ગોકુલધામ સોસાયટીમાં સુરતની બાઇકિંગ ક્વીન્સ

શૂટિંગમાં સાથે બુક્સ લઈને જતો અને જ્યારે પણ સમય મળતો હું વાંચી લેતો હતો. ક્લાસીસ પણ જતો હતો અને ભણવાને પહેલાં પ્રાધાન્ય આપતો હતો. ભવિષ્યમાં મને ફિલ્મ મેકર બનવાની મહેચ્છા છે અને એથી હું બી.એ. ઈન ફિલ્મ કરીશ. મને એક્ટિંગમાં જ વધ રસ છે એથી આગળ પણ એ કરીશ.’

taarak mehta ka ooltah chashmah tv show television news