‘બિગ બૉસ 19’માં આવશે TMKOCનાં રોશન સોઢી? ગુરુચરણ સિંહ સાથે વાત થઈ હોવાનો ખુલાસો

03 August, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મીડિયા અહેવાલ મુજબ, અભિનેતા ગુરુચરણ સિંહ ઘણા મહિનાઓ સુધી લાઈમલાઈટથી દૂર રહ્યા છે, અને TMKOC છોડ્યા બાદ તેમની પાસે કામ નથી જેને કારણે તેમની આર્થિક પરિસ્થિતી નબળી હોવાની તેઓ ચર્ચામાં રહ્યા છે. જોકે હવે તે ‘બિગ બૉસ’ ૧૯ ના ઘરમાં પ્રવેશ કરી શકે છે.

ગુરુચરણ સિંહ અને બિગ બૉસ

લાંબી રાહ જોયા બાદ, ભારતીય ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બૉસ’ની ૧૯મી સિઝન ૨૪ ઑગસ્ટથી પ્રસારિત થવા માટે તૈયાર છે. સિઝન 19 માટે જ્યારે ચાહકો શોમાં કોણ નવા સહભાગીઓને જોવા મળશે? તે માટે ઉત્સાહિત છે, ત્યારે એક નામ છે જે ખૂબ જ ચર્ચામાં આવ્યું છે, અને તે પણ બિગ બૉસ 19માં જોવા મળે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ નામ બીજા કોઈનું નહીં પણ સૌથી લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનો રોલ કરી ચૂકેલા અભિનેતા ગુરુચરણ સિંહનું છે.

મીડિયા અહેવાલ મુજબ, અભિનેતા ગુરુચરણ સિંહ ઘણા મહિનાઓ સુધી લાઈમલાઈટથી દૂર રહ્યા છે, અને TMKOC છોડ્યા બાદ તેમની પાસે કામ નથી જેને કારણે તેમની આર્થિક પરિસ્થિતી નબળી હોવાની તેઓ ચર્ચામાં રહ્યા છે. જોકે હવે તે ‘બિગ બૉસ’ ૧૯ ના ઘરમાં પ્રવેશ કરશે, પણ નિર્માતાઓ કે અભિનેતાએ પોતે હજી સુધી આ અહેવાલની પુષ્ટિ કરી નથી.

સિંહે ઘણા વર્ષો સુધી TMKOC માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમણે ૨૦૧૨ માં શો છોડી દીધો હતો. જોકે, લોકોની માગને કારણે, તેઓ શોમાં પાછા ફર્યા, પરંતુ આખરે ૨૦૨૦ માં તેનાથી અલગ થઈ ગયા હતા. શોમાંથી અભિનેતાના બહાર નીકળ્યા પછી, તેઓ લાઈમલાઈટથી દૂર થઈ ગયા, પરંતુ ગયા વર્ષે, તેઓ સમાચારોમાં છવાઈ ગયા હતા જ્યારે અહેવાલો વાયરલ થયા હતા કે અભિનેતા ‘ગુમ’ થઈ ગયા છે. બાદમાં પોલીસે તેમને શોધી કાઢ્યા હતા. આ પછી તેમણે હૃદયપૂર્વક કબૂલાત કરી હતી કે તે ગંભીર નાણાકીય તણાવનો સામનો કરી રહ્યો હતો.

હકીકતમાં, તેની TMKOC સહ-અભિનેત્રી જૅનિફર મિસ્ત્રીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘બિગ બૉસ’ 18 માટે ગુરુચરણ સિંહનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે તેની મંજૂરી પણ આપી હતી, પરંતુ નિર્માતાઓએ પછીથી તેનો સંપર્ક કર્યો ન હતો. "ગુરુચરણ નાણાકીય કારણોસર ‘બિગ બૉસ’ પર સંપૂર્ણપણે નિર્ભર હતા. તેમને ખૂબ ખાતરી હતી કે તેઓ શોમાં પ્રવેશ કરશે, અને તેમની નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે. જોકે, કંઈ થયું નહીં," મિસ્ત્રીએ કહ્યું હતું. ગુરુચરણ સિંહે એ પણ શૅર કર્યું હતું કે તેમની નાણાકીય સ્થિતિને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી હતી અને તેઓ હતાશા સામે ઝઝૂમી રહ્યા હતા.

સલમાન ખાનને હોસ્ટ તરીકે ચમકાવતો રિયલિટી શો ‘બિગ બૉસ 19’ ૩૦ ઑગસ્ટથી જિયોહૉટસ્ટાર પર શરૂ થઈ શકે છે. આ વખતે શોમાં નવા એપિસોડ પહેલાં OTT પર આવશે અને લગભગ દોઢ કલાક પછી કલર્સ ટીવી પર બતાવવામાં આવશે. આ સીઝન પાંચ મહિના સુધી ચાલશે જેમાં પહેલા ત્રણ મહિના સલમાન ખાન શોનું સંચાલન કરશે અને છેલ્લા બે મહિના માટે ગેસ્ટ હોસ્ટ લાવવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે સલમાન આ સીઝનમાં ૧૫ અઠવાડિયાં સુધી શોનું સંચાલન કરશે જેને માટે તેને દર અઠવાડિયે લગભગ ૮થી ૧૦ કરોડ રૂપિયા જેટલી ફી ચૂકવવામાં આવશે. આમ આખા શોની તેની કુલ ફી ૧૨૦થી ૧૫૦ કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે.

Bigg Boss taarak mehta ka ooltah chashmah television news indian television Salman Khan entertainment news