TMKOC: શાકભાજી સાથે આ વસ્તુ પણ ધોઈ નાખી જેઠાલાલે, હવે સતાવે છે આ ચિંતા

15 October, 2020 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

TMKOC: શાકભાજી સાથે આ વસ્તુ પણ ધોઈ નાખી જેઠાલાલે, હવે સતાવે છે આ ચિંતા

જેઠાલાલ અને ટપુ

આખા વિશ્વમાં કોરોના વાઈરસે આતંક ફેલાવી દીધો છે, ત્યારે 4 મહિનાથી ચાલી રહેલા લૉકડાઉન બાદ થોડા સમયથી સરકારે એમાં થોડી છૂટછાટ આપી છે અને ધીમે ધીમે બધું અનલૉક થતું જોવા મળી રહ્યું છે, ત્યારે ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દેશના અન્ય રાજ્યોની જેમ ગોકુલધામ સોસાયટી પણ લૉકડાઉનના આદેશોનું પાલન કરી રહી છે. દિવસો સપ્તાહમાં અને સપ્તાહ મહિનાઓમાં બદલાઈ ગયા છે. ઘરે રહીને લોકોને દિવસ અને રાત પણ ખબર પડતી નથી અને જોતા જોતા લૉકડાઉનના 8 મહિના પૂરા થઈ ગયા છે.

લૉકડાઉનના કારણે ગોકુલધામવાસીઓ ઘરમાં રહીને કંટાળી ગયા છે. જેઠાલાલ પણ દુકાન ન જવાના કારણે હતાશ થઈ ગયા છે. તેમ જ ભીડે ઑનલાઈન ક્લાસિસ અને કોચિંગથી હેરાન થઈ રહ્યા છે. સોસાયટીની મહિલા મંડળ પણ પોતાના બાળકો અન પતિની હંમેશા આસપાસ રહેવાના કારણે અને ઘરના વધતા કામોને લઈને ચિંતિત થઈ રહી છે.

હાલ ગોકુલધામવાસી પોતાને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખીને સમય પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ જ જેઠાલાલને પોતાની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સના સામાનની ચિંતા સતાવી રહી છે કે એસી, ટીવી, રેફ્રિજરેટર અને અન્ય સામાન ખરાબ નહીં થઈ જાય. આ બધામાં જેઠાલાલનું ધ્યાન પોરવાઈ જાય છે ત્યારે આ ચિંતામાંથી મુક્ત કરવા બાપુજી તેમને ઘરના કામમાં વ્યસ્ત રહેવાની સલાહ આપે છે અને બજારથી લાવેલા શાકભાજીને ધોવા કહે છે.

ભલે જેઠાલાલ તેની દુકાનની ચિંતામાં ડૂબી ગયા છે, તેમ છતાં તે રસોડામાં જાય છે અને આપેલા કામ કરવાનો પ્રયત્ન કરે છે. શાકભાજી ધોતી વખથે તેઓ અજાણતામાં બજારથી લાવેલા બ્રેડ પણ પાણીથી ધોઈ નાખે છે અને બ્રેડ પણ બગડી જાય છે. આ જોઈને જેઠાલાલ વધુ ઉદાસ થઈ જાય છે.

હવે જેઠાલાલને ચિંતા છે કે આ ઘટના અંગે તેમના બાપુજી કેવી પ્રતિક્રિયા આપશે? શું તેઓ ગુસ્સે થશે?

આખી ગોકુલધામ સોસાયટી લૉકડાઉનના કારણે હેરાન થઈ ગઈ છે. સોસાયટીના બધા સદસ્યો એકસમાન રૂટિન લાઈફથી કંટાળી ગયા છે. તેઓ રોજ સવારે ઉઠે છે, ઘરના કામકાજ કરે છે, ઈન્ટરનેટ પર સમય પસાર કરે છે અને ટીવી જુએ છે. તમામ રહેવાસીઓ આ વસ્તુઓથી કંટાળો અનુભવે છે.

તેવી જ રીતે સોસાયટીની તોફાની ટપુસેના પણ રમવા માટે બહાર નીકળી શકતી નથી. આ જ કારણથી દિવસભર ઘરમાં રહીને ટપુસેના પણ ઘણી ધમાલમસ્તી કરી રહ્યા છે અને એમની મસ્તીથી પણ સોસાયટીના લોકો ઘણા હેરાન થઈ ગયા છે.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

taarak mehta ka ooltah chashmah dilip joshi entertainment news indian television television news