TMKOC: ખોવાઈ ગયો છે ટપુસેનાનો આ મેમ્બર, શોધી રહી છે આખી સોસાયટી

15 October, 2020 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

TMKOC: ખોવાઈ ગયો છે ટપુસેનાનો આ મેમ્બર, શોધી રહી છે આખી સોસાયટી

ટપુસેના

આખા વિશ્વમાં કોરોના વાઈરસે આતંક ફેલાવી દીધો છે, ત્યારે 8 મહિનાથી ચાલી રહેલા લૉકડાઉથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પણ હાલ સરકારે એમાં થોડી છૂટછાટ આપી છે અને ધીમે ધીમે બધું અનલૉક થતું જોવા મળી રહ્યું છે, ત્યારે ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દેશના અન્ય રાજ્યોની જેમ ગોકુલધામ સોસાયટી પણ લૉકડાઉનના આદેશોનું પાલન કરી રહી છે. દિવસો સપ્તાહમાં અને સપ્તાહ મહિનાઓમાં બદલાઈ ગયા છે. ઘરે રહીને લોકોને દિવસ અને રાત પણ ખબર પડી નથી રહી અને જોતા જોતા લૉકડાઉનના 8 મહિના પૂરા થઈ ગયા છે. લૉકડાઉનના કારણે ગોકુલધામવાસીઓ ઘરમાં રહીને કંટાળી ગયા છે. જેઠાલાલ પણ દુકાન ન જવાના કારણે હતાશ થઈ ગયા છે. તેમ જ ભીડે ઑનલાઈન ક્લાસિસ અને કોચિંગથી હેરાન થઈ રહ્યા છે. સોસાયટીની મહિલા મંડળ પણ પોતાના બાળકો અન પતિની હંમેશા આસપાસ રહેવાના કારણે અને ઘરના વધતા કામોને લઈને ચિંતિત થઈ રહી છે.

જેઠાલાલ અને સોઢી પોતાના વ્યવસાયને લઈને ચિંતામાં છે, ભીડેને ઑનલાઈન ક્લાસ લેવા ઘણા અઘરા લાગી રહ્યા છે. ઐય્યર, પોપટલાલ અને તારક મહેતા ઘરેથી કામ કરવાના વિચારછી અસ્વસ્થ છે. બીજી તરફ મહિલા મંડળ ઘરના કામકાજમાં વ્યસ્ત થઈ ગઈ છે. દરેક વ્યક્તિ તેમની મુશ્કેલીઓમાં એટલા ડૂબેલા છે કે કોઈએ વિચાર્યું પણ ન હતું કે બાળકો શું કરી રહ્યા છે.

ટપુસેના પોતાની કૉલેજ, કેન્ટિન, સ્પર્ધાઓ અને મિત્રો સાથે નાના-નાના સ્પોટ્સને મિસ કરી રહ્યા છે. ટપુસેના પોતાના ઘરો સુધી જ સીમિત છે અને એનાથી કોઈ બચી નથી રહ્યું. જે જુએ તે સંપૂર્ણરીતે ફોનમાં ચોંટી ગયા છે. હાલ ટપુસેનાનો મેમ્બર ગોલી ઑનલાઈન સાઈટ્સને એટલો જોઈ રહ્યો છે કે તે પોતાની ઊંઘનો પણ ત્યાગ કરી રહ્યો છે. હકીકતમાં તે ક્યારે પણ સૂઈ જાય છે. એક સવારે તો એવું થયું કે ઘરે અને બધી જગ્યા પર કોમલ ભાભી એને શોધી રહી છે પણ તેનો કોઈ પત્તો જ નથી. ઘણી જગ્યાએ શોધ્યા બાદ કોમલ ભાભી એને બાથરૂમમાં શોધવા જાય છે ત્યારે ગોલી પાણીની ડોલ ઉલટી કરીને એના પર બેસીને ઊંઘ કાઢી રહ્યો હતો.

કોમલ એને જગાડવાનો ઘણો પ્રયત્ન કરી રહી છે, પણ તેને મહેનત નિષ્ફળ જાય છે અને બાદ જે થાય છે એ તમને આશ્ચર્યચકિત કરી દે છે.

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

taarak mehta ka ooltah chashmah indian television television news tv show entertainment news dilip joshi