તારક મહેતા શૉના એક્ટર જેઠાલાલે નેપોટિઝ્મ પર કર્યો મોટો ખુલાસો, કહ્યું..

05 December, 2020 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તારક મહેતા શૉના એક્ટર જેઠાલાલે નેપોટિઝ્મ પર કર્યો મોટો ખુલાસો, કહ્યું..

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

બૉલીવુડ એક્ટ્રેસ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. નેપોટિઝ્મના મુદ્દાઓ પર પણ ખૂબ ચર્ચા કરવામાં આવે છે. એક્ટરના નિધન બાદ સતત ઘણા સ્ટાર્સના નામ સામે આવીને એના પર દિલ ખોલીને વાત કરી રહ્યા છે. તેમ જ જોવા જઈએ તો એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ, જાતીવાદના મુદ્દાઓ પર હંમેશા ચર્ચામાં રહે છે. તેમ જ હવે એના પર ફૅમસ ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલેકે દિલીપ જોશીએ એના પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે નેપોટિઝ્મ પર પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે.

એક્ટર દિલીપ જોશીએ હાલમાં જ એક ઈન્ટવ્યૂમાં એના પર વાત કરી છે. દિલીપ જોશીએ જણાવ્યું કે એમણે પોતાના કરિયરમાં ક્યારેય નેપોટિઝ્મનો સામનો કરવો પડ્યો નહોતો. તેમણે કહ્યું, આ આપણી સંસ્કૃતિ છે. જો કઈ વ્યાપારી છે, તો તેણે પોતાનો વ્યવસાય ગોઠવ્યો છે અને એનો દીકરો એમાં સામેલ થવા માંગે છે તો તે ચોક્કસપણે પોતાના પિતાના બિઝનેસમાં જોડાશે. પરંતુ આ ઈન્ટરવ્યૂમાં તેમણે વાતચીતમાં એમ પણ કહ્યું કે જો કોઈ ટેલેન્ટેડ છે, તો એને પણ તક મળવી જોઈએ, પછી ભલે એનું ફિલ્મી બેકગ્રાઉન્ડથી કોઈ સંબંધ હોય કે નહીં હોય. આ ઈન્ડસ્ટ્રી દરેકને તક આપે છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એક બીજા ઈન્ટરવ્યૂમાં દિલીપ જોશીએ શૉની ઘટતી ટીઆરપી વિશે વાત કરી હતી. એમણે કહ્યું હતું કે સમયની સાથે તારક મહેતા ચશ્માની રાઈટિંગ પર ઘણો ખરાબ અસર પડ્યો છે. તેમણે એ પણ કહ્યું હતું કે શૉના રાઈટર્સ પર ઘણો પ્રેશર હોય છે. રાઈટર્સને રોજ જ એક નવા એપિસોડ માટે સ્ક્રિપ્ટ લખવાની હોય છે. આ જ કારણે એમની રાઈટિંગની ગુણવત્તા પર પણ એનો અસર પડે છે. સાથે જ એમણે સ્ટેન્ડ-અપ કૉમેડિયન સૌરભ પંત સાથે વાતચીત કરતા કહ્યું હતું કે જો તમે ક્વૉલિટી તરફ જુઓ છો, તો એનો અસર ક્વૉલિટી પર પણ પડે છે.

taarak mehta ka ooltah chashmah dilip joshi entertainment news tv show indian television television news